વિશાળ ભવન બને તો મનપાને આર્થિક સહયોગ મળશે
આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસિત કરવું જરૂરી
- Advertisement -
શહેરમાં શૌચાલય ગંદા, સંખ્યા પણ ઓછી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હીત રક્ષક સમીતિ દ્વારા શહેરને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાની નેમ સાથે મહાનગર પાલીકા અને વહીવટી તંત્રને 101 સવાલો કર્યા છે જેમાં ભવનાથ તળેટીમાં બનેલ રો-પવેના લીધે દેશ અને દુનિયાના ટુરિસ્ટોની સંખ્યા વધી રહી છે. ત્યારે ભવનાથ વિસ્તારમાં વિશાલ ભવન બનાવું જોઈએ ખાસ કરીને દિવાળી, નાતાલ સહીત વેકેશનમાં ખુબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પધારે છે ત્યારે જો મનપા પોતે રહેવાની ઉત્તમ સગવડ સાથે ભવનનું નિર્માણ કરે તો લોકોને સગવડતાની સાથે મનપાને આર્થિક સહયોગ મળશે અને મનપા સદ્ધર થશે.
જૂનાગઢમાં મહાનગર પાલિકાની હદમાં ભવનાથ વિસ્તાર આવેલો છે ત્યારે ભવનાથ વિસ્તારમાં કયાંય જગ્યા મળતી નથી દરેક જ્ઞાતિની ધર્મશાળા છે છતાંય ડિસેમ્બર, દિવાળી કે ઉનાળાના વેકેસનમાં કયાંય જગ્યા મળતી નથી. આંતર રાષ્ટ્રીય ટુરીસ્ટ સેન્ટર તરીકે રોપ-વેના કારણે જૂનાગઢ થયુ છે તેથી પ્રવાસીઓને સસ્તા વ્યાજબી દરે પ્રવાસીઓને રહેવા માટે વ્યવસ્થા થાય તે માટે ભવનાથમાં ઘણી જગ્યાઓ છે તે જગ્યામાં પાંચ થી આઠ માળના બહુમાળી મકાનો બનાવી કોર્પોરેશનના જ આર્થીક સહયોગથી આ ઉભા કરી બનાવલા ફલેટ નિયત દરેથી પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવી ટુરીઝમને પ્રોત્સાહન મળે તે રીતે વ્યવસ્થા ગોઠવી શકાય તેમ છે. અત્યારે ભવનાથમાં 1000થી 15000 પ્રવાસીઓ માટે એક રૂમનો ભાવ છે. કોર્પોરેશન સસ્તાદરે આવા ફલેટ પ્રવાસીઓને ભાડે આપી શકે. આથી ટુરીઝમને પણ પ્રોત્સાહન મળશે અને કોર્પોરેશનને આવક વધે જો કોર્પોરેન ચલાવી ન શકે તો નિયમ દર નકિક કરી શરતો સાથે ખાનગી સંસ્થા કે એનજીઓને ચલાવવા માટે આપી શકાય. ભવનાથમાં દેશ વિદેશના સહેલાણીઓ આવે છે કોર્પોરેશન દ્વારા એક કોમર્શીયલ કોમ્પલેક્ષ કરવામાં આવે તો પણ જાત જાતના શો-રૂમ ત્યા થઇ શકે. કચ્છમાં જે રીતે ત્યાંના હસ્તાકલાને પ્રોત્સાહન આપવા માટે ભુજોળી ગામ ઉભુ કરેલ છે તે જ રીતે ભવનાથમાં પણ આવી વ્યવસ્થા ગોઠવી શકાય જેથી સ્થાનિક વેપારીઓને આવક થાય અને દેશ વિદેશથી આવેલા સહેલાણીઓ ખરીદી કરી શકે.
પાલિકાના કમિશ્ર્નરને નિયમીત રીતે એક નકલ મોકલવી જોઇએ અને પ્રજા સુધી આ બાબત પહોંચે તે માટે પ્રેસમાં પણ આપવી જોઇએ. જૂનાગઢ શહેરમાં વસ્તી વધતી જાય છે અને નવા વિસ્તારો કોર્પોરેશનમાં ભળતા કોર્પોરેશનની જમીન ખુબ જ વધી ગઇ છે આ ક્ષેત્રફળ વધા ચોકકસ કોર્પોરેશને શૌચાલયો ઉભા કરવા જોઇએ અને કોર્પોરેશને આ શૌચાલયનું સંચાલન ખાનગી વ્યક્તિને સોંપી આપવુ જોઇએ કારણ કે, કોર્પોરેશનના શૌચાલયમાં અંદર જઇ શકાતુ નથી એટલુ જ નહીં પરંતુ પાસે ઉભા પણ રહી ન શકાય તેટલી ગંધ આવતી હોય છે. આથી જૂનાગઢ શહેરમાં દર બે ત્રણ કીલો મીટરના અંતરે આવા શૌચાલય ઉભા કરવા જોઇએ. આર્થીક રીતે કોર્પોરેશન પર ભાર આવતો હોય આ શૌચાલયો પેઇડ કરવા જોઇએ તેને કારણે ગામમાં સ્વચ્છતા રહેશે લોકો ગમે ત્યાં મળ મુત્રનુ વિસર્જન થશે નહી અને જૂનાગઢ તથા બહારથી આવતા લોકો માટે આ વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થશે.