ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની મોડલ સ્કૂલ ઈણાજની ધોરણ 10ની વિદ્યાર્થીની દક્ષાબેન ધાનાભાઈ ગળચરે નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-2024 (જૠઋઈં)માં ભાગ લીધો હતો. ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી વુશુ અંડર-17 (બહેનો)ની નેશનલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં દક્ષાબહેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ દક્ષાબહેન ધાનાભાઈ ગળચરને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરીચા અને મોડલ સ્કૂલ ઈણાજના આચાર્ય અલ્પાબેન તારપરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે જ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-24માં ઈણાજની વિદ્યાર્થીનીને બ્રોન્ઝ મેડલ
