ભેંસાણ કોલેજના આસી.પ્રોફેસરની શિક્ષણ વિભાગની તપાસ:
અભદ્ર અને અનિચ્છનીય વ્હૉટ્સઍપ્પ સંદેશા મોકલતો હતો પ્રોફેસર
યુવતીને બીભત્સ મેસેજ કરતા પ્રોફેસર સામે ABVP મેદાને
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
ગુરૂ શિષ્ય પરંપરાને લાંછન લગાડતો કિસ્સો ભેસાણમાં સામે આવતા લોકોમાં અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ભેસાણ કોલેજના આસી.પ્રો. સામે ઉગ્ર રોષ પ્રગટ્યો છે અને આ પ્રોફેસરને કોલેજમાંથી હકાલપટ્ટી કરી સસ્પેન્ડ કરવા સાથે કડક સજા કરવાની માંગ વિદ્યાર્થી આલમમાં ઉઠવા પામી છે. યુવતીને વોટસએપ માઘ્યમથી બિભત્સ મેસેજ કરીને પરેશાન કરનાર આવા લંપટ પ્રોફેસરની સાન ઢેકાણે લાવી કડક સજાની માંગ ઉઠી છે. ભેંસાણ કોલેજના આસી.પ્રોફેસરે છાત્રાને બિભત્સ મેસેજ કર્યા હોય આ કેસમાં શિક્ષણવિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી અને વિગતો મેળવી હતી. ભેંસાણ કોલેજના આસી.પ્રોફેસરને નોકરીમાંથી હકાલપટ્ટી કરી સસ્પેન્ડ-ડિસમિસ કરવાની માંગ કરવામાં આવી છે. ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસી.પ્રોફેસર સચિન પીઠડીયા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ કરી માર્ક ન આપવાની ધમકી આપતો હતો અને ત્રાસ સહન ન થતા પરિવારે આ આસી.પ્રોફેસરને સજાની માંગ કરી હતી.આ બનાવને લઈ ભેંસાણમાં અખિલ ભારતીય પરિષદ દ્રારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.અને આ આસી.પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.તેમજ ડાયમંડ એસોસીએશને પણ પ્રોફેસરને સજાની માંગ કરી હતી. સરકારી વિનયન કોલેજ, ભેસાણના પ્રાઘ્યાપક સચિન પીઠડીયા દ્વારા વિદ્યાર્થીની બહેનને અભદ્ર અને અનિચ્છનીય વોટ્સઅપ સંદેશાઓ મોકલવામાં આવ્યા છે. આ ઘટના કારણે વિદ્યાર્થીની તેમજ સમગ્ર પરિવાર માનસિક તણાવમાં છે. શિક્ષણ ક્ષેત્રે ભારતિય ગુરુ શિષ્ય પરંપરા ને કલંકિત કરતી આ પ્રકારની અશોભનીય હરકતો સહનશીલ નથી અને વિદ્યાર્થીઓની સલામતી માટે ગંભીર જોખમ રૂપ છે. તેથી, આ મામલે ત્વરિત તપાસ કરીને ભેંસાણ કોલેજના આસી.પ્રોફેસર સચિન પીઠડીયા વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ જૂનાગઢ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મામલતદારને અને સરકારી વિનય કોલેજ ભેસાણને આવેદન પત્ર આપીને સજા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંથી માંગ ઉઠવા પામી છે.
જૂનાગઢ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે, તત્કાલ તપાસ અને પગલાં – સરકારી વિજ્ઞાન કોલેજ, ભેસાણના પ્રાઘ્યાપક સચિન પીઠડીયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ સસ્પેન્શન અને નોકરીમાંથી હકાલપટ્ટી – આરોપ સાબિત થાય તો તેમને તરત જ સસ્પેન્ડ કરવામાં આવે અને શિક્ષણ ક્ષેત્રમાંથી હકાલપટ્ટી કરવામાં આવે અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાય તે માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કડક નિયમો અને સમિતિઓની રચના કરવામાં આવે તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સજાગતા અભિયાન – આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તમામ કોલેજ અને યુનિવર્સિટીઓમાં સજાગતા અભિયાન ચલાવવામાં આવે વધુમાં એવી માંગ કરી હતી કે, પોલીસ પોતે ફરિયાદી બને – કારણ કે કોલેજની વિદ્યાર્થીનીઓ નબાલિક છે, તેથી પોલીસ પોતે ફરિયાદી બને અને સત્તાવાર રીતે કાયદેસર કાર્યવાહી કરે તેવી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે.