બે ગામને જોડતા જર્જરિત બ્રિજ પર દુર્ઘટનાની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
વડોદરા ગંભીર બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યની સરકાર સફાળી જાગી ગુજરાતમાં તમામ બ્રીજની તાત્કાલિક ચકાસણી અંગેના આદેશ આપ્યા હતા પરંતુ હજુય કેટલાક બ્રિજ જર્જરીત હોવાની સાથે દુર્ઘટના નોતરે તે પ્રકારના એંધાણ વર્તાય રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે બસ સ્ટેન્ડ નજીક આવેલા બીજની હાલત પણ કઈક આવી જ છે મોરથળા – લાખમાચી ગામને જોડતા આ બ્રિજ એટલો જર્જરીત હાલતમાં છે જે વર્તમાન સમયમાં બયશષ પર સળિયા બહાર આવી ચૂક્યા છે જેના લીધે અહીંથી અવર જવર કરતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં સળિયા દેખાવાને લીધે બ્રીજની હાલત ખૂબ જ ગંભીર ગણાય છે લોકોની ભારે અવર જવર હોવાના લીધે કોઈપણ સમયે દુર્ઘટના બને તેવી પણ શક્યતા સેવાઈ છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરાઈ છે પરંતુ હજુ સુધી જર્જરિત બ્રીજનું સમારકામ હાથ ધરાયું નથી ત્યારે રાહદારીઓ પોતાના જીવ મુઠ્ઠીમાં લઈને અવર જવર કરતા હોય તેમ સ્પષ્ટ નજરે પડે છે.