‘કલા’ ની હિરોઈન- નિર્માતા છૂટાં પડયાં
બંનેએ સોશિયલ મીડિયા પર એકમેકને અનફોલો કર્યાં, તસવીરો પણ ડિલીટ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
’કલા’ ફિલ્મથી ભારે લોકચાહના મેળવનારી હિરોઈન તૃપ્તિ ડિમરી અને આ ફિલ્મના પ્રોડયૂસર તથા અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે.
બંનેએ સોશિયલ મીડિયા પર એકમેકને અનફોલો કરી દીધાં છે. સાથે સાથે તેમણે તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. તૃપ્તિ અને કર્ણેશ વચ્ચે રોમાન્સની વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી. તાજેતરમાં કર્ણેશે તૃપ્તિના ગાલ પર કિસ કરતો રોમાન્ટિક ફોટો શેર કર્યો હતો. તે પછી તેમની રિલેશનશિપ ઓફિશિયલ થઈ હતી.
તૃપ્તિ ઓટીટીની લોકપ્રિય હિરોઈનો પૈકીની એક છે. તેમાં પણ કર્ણેશે બનાવેલી ’કલા’ ફિલ્મથી રાતોરાત તેની લોકપ્રિયતા વધી હતી. કર્ણેશની જ ’બુલબુલ’ ફિલ્મમાં પણ તેની એક્ટિંગ વખણાઈ હતી. આ ફિલ્મોનાં સર્જન દરમિયાન જ તેમનો પ્રેમ પાંગર્યો હતો.
- Advertisement -
જોકે, આ બ્રેક અપ બાબતે બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે કશું જ જણાવ્યું નથી.