ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ શહેરના વિવિધ આપ પાર્ટીના હોદેદારો ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમાની અવિરત કામગીરીથી પ્રેરિત થઈ કોંગ્રેસ પક્ષમાં વિવધિવત જોડાયા જેમાં ગીર સોમનાથ જિલ્લા આપ લઘૂમતિ મોરચાના પ્રમુખ સોરઠિયા સોહેલ યુનુસભાઈ, વેરાવળ શહેર આપ માહિલા પ્રમુખ મીરઝા જરીના હાજી, શહેર આપ ઉપપ્રમુખ સોરઠિયા વસીમ યુનુસ, વોર્ડ નં.2ના આપના પ્રમુખ મોઠીયા ઈસ્માઈલ કમાલ, વોર્ડ નં.5 ના આપના પ્રમુખમુગલ સાઝિયા અફઝલ, વોર્ડ નં.5 ના આપના મહામંત્રી મિરઝા શકીલ હાજી, વોર્ડ નં.5 ના આપના મંત્રી મુગલ ઇમ્તિયાઝ ઈસ્માઈલ, વોર્ડ નં.5 ના આપના મંત્રી મુગલ અમીના ઇમ્તિયાઝ, વોર્ડ નં.5 ના આપના મંત્રીપંજા ફરિદા ઇકબાલ, વોર્ડ નં.6 ના આપના મંત્રી ચૌહાણ ફેમીદા અસ્લમ, વોર્ડ નં.5 ના આપના મંત્રી પંજા અનવર મોહમદ, વોર્ડ નં.2 ના આપના મંત્રી અદલાન એજાજ મહમદ તેમજ આપ પાર્ટીના મહિલાઓ અને ભાઈઓ આશરે 100થી વધારે લોકો ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાના વરદહસ્તે ખેસ પહેરીને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયા હતા, ત્યારે કોંગ્રેસ પક્ષના વિવિધ હોદેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી બધા લોકોને આવકાર્યા હતા.
વેરાવળમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ
