ભારત બાયોટેકને મોટો ઝટકો : કુલ 20 મિલિયન ડોઝ ખરીદવાના હતા
ખાસ-ખબર સંવાદદાતા
બ્રાઝીલે ભારત બાયોટેક સાથે કોવેક્સિન માટે કરેલા કરારને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બ્રાઝીલમાં આ ડીલ પર ઘણો જ હોબાળો મચ્યો હતો, ત્યારબાદ હવે 324 મિલિયન ડોલરના આ કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલોએ આની જાહેરાત કરી. ડીલ પ્રમાણે બ્રાઝીલને ભારત બાયોટેકથી કુલ 20 મિલિયન વેક્સિનના ડોઝ ખરીદવાના હતા, પરંતુ આ કરારને લઇને બ્રાઝીલમાં પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા અને રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનેરો પર ભ્રષ્ટાચાર છૂપાવવાનો આરોપ લાગ્યો.
- Advertisement -
વ્હીસલબ્લોઅર દ્વારા સતત બ્રાઝીલ સરકારને ઘેરવામાં આવી, સરકાર તરફથી સ્પષ્ટતા પણ આપવામાં આવી, પરંતુ તેનો કોઈ ફરક પડ્યો નહીં. હવે જ્યારે આ મામલો બ્રાઝીલની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે બ્રાઝીલ સરકારે આ ડીલને રદ્દ કરવાનો નિર્ણય લીધો. બ્રાઝીલી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યાં સુધી આ કેસની તપાસ પૂર્ણ ના થઈ જાય ત્યાં સુધી કોવેક્સિન માટે ડીલ સસ્પેન્ડ રહેશે. જો કે બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ ડીલમાં કોઈપણ પ્રકારની ગરબડ નથી.
આ ડીલને લઈને આરોપ લગાવવામાં આવ્યો હતો કે બ્રાઝિલથી સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી પર ભારત બાયોટેકની કોવેક્સિન ખરીદવાનો દબાવ બનાવવામાં આવ્યો હતો. આ વિશે રાષ્ટ્રપતિ ઝાયરને જાણકારી હતી, પરંતુ તેમ છતાં તેઓ ડીલને રોકી શક્યા નહીં અને બ્રાઝીલે મોંઘી કોવેક્સિન ખરીદવી પડી. બ્રાઝીલમાં આ ડીલને લઈને ગબરડની વાત સામે આવી હતી, ત્યારથી રાષ્ટ્રપતિ ઝાયર દરેકના નિશાને હતા.