સોનાક્ષી સિંહાને જન્મદિવસ પર બોયફ્રેન્ડ જહીર ઈકબાલે શુભેચ્છા પાઠવી અને તેની સાથે જ અલગ અલગ તસવીરો શેર કરી ને એક લાંબી પોસ્ટ પણ લખી હતી.
સોનાક્ષી સિંહાએ શુક્રવારે તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીના જન્મદિવસ પર તેના કથિત બોયફ્રેન્ડ જહીર ઈકબાલે પણ તેને શુભેચ્છા પાઠવી હતી. જણાવી દઈએ કે જહીર ઈકબાલે સોનાક્ષી સિન્હાની અલગ-અલગ સમયની તસવીરો શેર કરી છે અને સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે.આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ મળી છે કારણ કે જહીરે સોનાક્ષી પ્રત્યેનો પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
જહીર ઈકબાલે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો
જહીર ઈકબાલે લખ્યું, “કુછ તો લોગ કહેંગે, લોગ કા કામ હૈ કહેના. તું હંમેશા મારા ખભા પર માથું મૂકી શકે છે. તું બેસ્ટ છો. ગર્જના કરતા રહો અને આગળ વધતા રહો. ઈશ્વર કરે કે તમે દુનિયાને એટલી જોઈ શકો જેટલી કોઈએ ન જોઈ હોય. હંમેશા જલપરીનું જીવન જીવી શકે. હંમેશા ખુશ રહો. આઈ લવ યુ.” આ સાથે જ હેશટેગ ‘પરફેક્ટ’ લખ્યું છે.
View this post on Instagram
સોનાક્ષીએ પણ હાર્ટ ઈમોજી બનાવીને પ્રેમ વ્યક્ત કર્યો
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સોનાક્ષી સિંહાએ કોમેન્ટ સેક્શનમાં ઘણા હાર્ટ ઈમોજી બનાવ્યા.તેની પ્રતિક્રિયા બાદ વરુણ શર્મા, નુપુર સેનન, પ્રિયંક શર્મા અને સાકિબ સલીમે પણ હાર્ટ ઈમોજીસ બનાવ્યા છે. જણાવી દઈએ કે સોનાક્ષી અને જહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. જો કે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હંમેશા ફ્રેન્ડઝોન ટેગ રાખ્યો હતો પણ હવે આ પોસ્ટને સોનાક્ષી માટે જહીરના પ્રેમની ખુલ્લી અભિવ્યક્તિ માનવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે આ પહેલા પણ સોનાક્ષી સિન્હા અને જહીર ઈકબાલ એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. બંને કલાકારોએ સલમાન ખાનની ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. જ્યારે જહીર ઈકબાલે 2019માં ફિલ્મ નોટબુક દ્વારા ડેબ્યૂ કર્યું હતું, ત્યારે સોનાક્ષી સિન્હાએ 2010માં આવેલી ફિલ્મ દબંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બંનેએ પહેલીવાર ડબલ એક્સએલ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.