– પંજાબ વિધાનસભામાંથી બહાર નીકળ્યા કે કોઈએ કર્યો હુમલો
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ઉપર બૂટ ફેંકીને હુમલો કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ પોતાની કારમાં પંજાબ વિધાનસભામાં મળેલી બેઠક પૂર્ણ કરીને જઈ રહ્યા હતા.
- Advertisement -
જો કે આ હુમલાથી તેમને કોઈ ઈજા પહોંચી નથી તો હુમલો કોણે કર્યો તેનો પણ ખુલાસો થયો નથી. આ ઘટનાનો એક વીડિયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે પાકિસ્તાનમાં કોઈ નેતા ઉપર હુમલો થયો હોય. આ પહેલાં પણ અનેક નેતાઓ ઉપર ચપ્પલ-બૂટ અને સ્યાહીથી હુમલો કરવામાં આવ્યો હતો.
વર્ષ 2023ના પ્રથમ દિવસે જ પાકિસ્તાનના ગવર્નર કામરાન ટેસરી પર એક શખ્સે બૂટ ફેંક્યું હતું. આ પહેલાં 11 માર્ચ-2018માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉપર લાહોરમાં એક વ્યક્તિએ બૂટથી હુમલો કર્યો હતો. એ સમયે નવાઝ શરીફ મદ્રેસાના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને ભાષણ આપવા જઈ રહ્યા હતા.
વર્ષ 2018માં વિદેશ મંત્રી ઉપર પણ શાહી ફેંકાઈ હતી. 2018માં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસીફ પોતાના ખલ સિયાલકોટ સ્થિત ઘર પર પીએમએલ-એનના કાર્યકરોના એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેની બાજુમાં ઉભેલા એક બૂઢા વ્યક્તિએ વિદેશ મંત્રીના ચહેરા પર શાહી ચોપડી દીધી હતી.