બોલિવૂડના પ્રખ્યાત સોનુ નિગમ પર એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે, ઉદ્ધવ ઠાકરે જૂથના એક ધારાસભ્યનો દીકરો સમગ્ર મામલે મુખ્ય આરોપી છે.
ચેમ્બુર વિસ્તારમાં આયોજીત કરવામાં આવેલ એક કાર્યક્રમ દરમિયાન પહેલા તો ધારાસભ્યના દીકરાએ સેલ્ફી માટે સોનુ નિગમના મેનેજર સાથે મગજમારી અને તે બાદ જ્યારે સિંગર સ્ટેજ પરથી નીચે આવી રહ્યા હતા તે દરમિયાન તેની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી. ધક્કા મુક્કીમાં કેટલાક લોકો નીચે પડી ગયા અને ગંભીર ઈજાઓ પહોંચી.
- Advertisement -
શું કહ્યું સોનુએ?
મીડિયા સાથે વાતચીતમાં સોનુએ કહ્યું હતું કે સ્વપ્નિલ નામના વ્યક્તિએ પહેલા મને પકડ્યો અને મને ધક્કો મારી દીધો, હરિ અને રબ્બાની મને બચાવવા માટે આવ્યા અને તે બાદ હું ત્યાં જ પડી ગયો હતો. સોનુએ કહ્યું કે લોકોએ સેલ્ફી માટે ધક્કા મુક્કી કરતાં પહેલા એક વાર વિચારવું જોઈએ.
View this post on Instagram- Advertisement -
ફરિયાદ દાખલ
સમગ્ર મામલે મોડી રાતે સોનુ નિગમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પણ પહોંચ્યા હતા, થોડી વાર બાદ ધારાસભ્ય પ્રકાશ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પ્રકાશના દીકરા સ્વપ્નિલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ કહી રહી છે કે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
વીડિયો વાયરલ
જોકે આ ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે સોનુ નિગમ સિઢી ઉતરી રહ્યા છે અને તે જ સમયે ધક્કા મુક્કી કરવામાં આવી રહી છે.