ખાસ-ખબર સંવાદદાતા
તેલંગાણાનાં હૈદરાબાદ શહેરથી ફરી શરૂ થનારી કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ’ભારત-જોડો-યાત્રા’માં બોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ આજે જોડાયા હતાં અને તે રીતે યાત્રાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આજે (બુધવારે) સવારે તેલંગાણાનાં મુખ્ય નગર હૈદરાબાદમાં પ્રવેશી ત્યારે પૂજા ભટ્ટ કેટલોક સમય તે યાત્રામાં સામેલ થયા હતા.
મંગળવારે યાત્રા તે બંગાણાના નારાયણ પેટ મહેબૂબનગર, અને રંગા રેડ્ડી જીલ્લાઓ કવર કરી તેલંગાણા યાત્રાના સાતમાં દિવસે હૈદરાબાદમાં પ્રવેશી હતી. તે સમયે કોંગ્રેસના સાંસદ અને તેલુગુ પ્રદેશના યાત્રા સમન્વયક ઉત્તમકુમાર રેડ્ડી, કોંગ્રેસ વિધાયક દળ (સીએલપી)ના નેતા મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક પૂર્વ સાંસદ મધુ યાસ્ખી ગૌડ અને અન્ય નેતાઓ સાથે યાત્રા પુરાના પુલ હુસૈની આલમ અને ખિલયત થઈ ચાર મિનાર પહોંચી.