ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે શ્રી પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ (બેડીપરા ઝોન) દ્વારા સ્વર્ગસ્થોની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન તા. 29 ને રવિવારના રોજ સવારે 8-30થી બપોરે 1-30 સુધી આર્યનગર કોમ્યુનિટી હોલ, આર્યનગર સોસાયટી પેડક રોડ ખાતે કરવામાં આવ્યું છે. સ્વર્ગવાસી વડીલ સ્વ. બેચરભા પાંચાભા પરમાર, સ્વ. હીરજીભાઈ મેઘજીભાઈ લુણાગરિયા, સ્વ. હીરાભાઈ જીવાભાઈ તળાવિયા, સ્વ. વજીબેન ગોવિંદભાઈ ચૌહાણ, સ્વ. નાથાભાઈ કરસનભાઈ ભાડલિયા, સ્વ. ચંદ્રકાંતભાઈ ગોરધનદાસભાઈ જોષીની સ્મૃતિમાં શ્રદ્ધાંજલી રક્તદાન કેમ્પ યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા બંને સંસ્થા દ્વારા શુભેચ્છક ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અને કેમ્પના દાતાઓ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો તથા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે યોજાનાર રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા પધારવા જણાવાયું છે.