ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના કરાચીમાં ફરી એકવાર બ્લાસ્ટ થયો છે. અહીં એમએ જિન્નાહ રોડ પર મેમણ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો છે, વિસ્ફોટમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. કરાચીમાં એક અઠવાડિયાની અંદર આ બીજો બ્લાસ્ટ છે. આ પહેલા કરાચીમાં 13 મેની મોડી રાત્રે બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં એકનું મોત થયું હતું. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત કોમર્શિયલ વિસ્તારમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ એક હોટલની બહાર થયો હતો. ડસ્ટબીનમાં વિસ્ફોટ થયો હતો કે અન્ય વસ્તુમાં તે હજુ સ્પષ્ટ થયું નથી.
તેમજ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણોસર વિસ્ફોટ થયો હતો તેની પણ તપાસ ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યું પ્રમાણે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે નજીકના એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓના કાંચ તૂટી ગયા અને આગ લાગી ગઈ.