– નકલી દવાઓમાં બીપી, વિટામીન અને કેલ્શિયમની દવાઓ વધુ: દેશભરમાં ડ્રગ ઈન્સ્પેકટરોને નકલી દવા પર નજર રાખવા તાકીદ
દવાઓની કવોલિટી પર નજર રાખનાર ભારત સરકારના નિયામક ‘કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન’ (સીડીએસસીઓ) એ પોતાની તપાસ ઝડપી કરી દીધી છે. નકલી દવાઓની સંભાવનાને ખતમ કરવાના લક્ષ્યથી આ મોટી પહેલ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
ગત નવેમ્બરમાં જ દવાઓના 1487 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી તેમાંથી 83 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ મતલબ નકકી કરેલા ધોરણોમાં ખરા નહોતા ઉતર્યા. આ પહેલા પણ દવાઓની તપાસમાં આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
જે દવાઓના સેમ્પલ નિશ્ચિત ધોરણો મુજબ ન મળ્યા તેમાં બ્લડ પ્રેસર, વિટામીન, કેલ્શિયમથી લઈને અનેક એન્ટી બાયોટીક પણ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી પણ દેશભરમાં ડ્રગ કન્ટ્રોલરોને ચેતવવામાં આવ્યા કે દવાઓના સ્ટાન્ડર્ડ પર ખાસ નજર રાખવામાં આવે અને પૂરેપૂરા એલર્ટ રહે. દવાઓના યુનિટમાં પણ ઈન્સ્પેકશન પણ વધારવામાં આવ્યા છે.
સીડીએસસીઓએ રાજયમાં એજન્સીઓ સાથે મળીને કેટલીક જગ્યાએ દવાઓનું નિર્માણ કરનારી યુનિટની તપાસ કરી છે અને ત્યાં સેમ્પલ કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો પર આ સંયુક્ત તપાસનું આ અભિયાન શરૂ કર્યું છે. નકલી દવાઓની ફરિયાદ બહાર આવ્યા બાદ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ગત મહિને હિમાચલ પ્રદેશમાં નકલી દવા બનાવનાર ટોળકીને પકડી લેવાઈ હતી ત્યારબાદ ત્યાંના ડ્રગ ક્ધટ્રોલરે પોતાનો રિપોર્ટ કેન્દ્રીય એજન્સીને મોકલ્યો હતો. ત્યારબાદ દેશભરમાં ડ્રગ ઈન્સ્પેકટરોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેથી નકલી દવા પર કોઈ ફરિયાદ મળે તો તેના પર તરત એકશન લેવામાં આવે.