વેરાવળ ખાતે જંગી જાહેર સભા યોજાઇ: લોકો ઉમટી પડ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્રીય મંત્રી અશ્ર્વિનસિંહ ચોબે,બક્ષિપંચ મોરચાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડ,બાબુભાઈ જેબલિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશમંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, પુર્વ ધારાસભ્યો સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.