ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
વંદે ભારત સેમી હાઇસ્પીડ એક્સપ્રેસ ટ્રેન એટલે મેક ઈન્ડિયાના સૂત્ર સાથે સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થયેલ ટ્રેન છે જે સૌ પ્રથમ 15 ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી. આ ટ્રેન પ્રથમ સતાબ્દી એક્સપ્રેસ તરીકે ઓળખાતી હતી અને જનરલ રેલ જેવા જ સ્વરૂપે સેવા આપતી હતી પણ તેમાં અનેક અસુવિધાઓની સાથે સાથે સ્પીડની પણ કમી હતી. આ અત્યાધુનિક ટ્રેન સેવા સોમનાથ, ગિરનાર અને સાસણ ગીર જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ઝડપી, આરામદાયક અને સુખદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે આ એક મહત્વપૂર્ણ ભેટ આપી ત્યારે આ ટ્રેન ના સ્વાગત માંટે જુનાગઢ રેલવે સ્ટેશન પર આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવી બેન ઠાકર, દંડક કલ્પેશભાઈ અજવાણી, ગીરીશભાઈ કોટેચા યુવા મોરચાના કાયેકતા તથા મહિલા મોરચાના બહેનો વગેરે ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ સંજય પંડયાની યાદી જણાવે છે. જયારે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ડ્રાયવરને તથા ટ્રેન ને હાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.મંત્રી સંજય ભાઈ પુરોહિત, સહમંત્રી મહેશભાઈ દેસાઈ, જીઆઇડીસી પ્રમુખ ભરત ભાઈ સિરોયા, કમલેશભાઈ દોંગા, પ્રેમભાઈ કંજાણી, નિતેશભાઈ સાગલાણી વગેરે હોદેદારોએ પેંડા ખવડાવી સૌના મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જૂનાગઢ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું ભાજપ, સામાજિક સંસ્થા સહિતના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું
