ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી અંગે ચર્ચા-વિચારણા કરી રણનીતિ ઘડાઈ હતી.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર, મહામંત્રી બાબુલાલ ઠાકોર, મહામંત્રી રમેશભાઈ ઠક્કર, પ્રતિકભાઈ ચૌધરી, કિશનસિંહ જાડેજા, શક્તિસિંહ ભીખુભા સોઢા સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
બેઠકમાં નક્કી કરાયું કે વડાપ્રધાન મોદીના જન્મદિવસના પખવાડિયા દરમ્યાન સતત સાત દિવસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. જેમાં સામાજિક સેવા, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ જનજાગૃતિના કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનના સેવા અને કરકસરના સંદેશાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો હતો.



