ઉત્તરપ્રદેશના જોનપુરમાં બીજેપીના નેતા પ્રમોદ યાદવને કેટલાક શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી. સારવાર દરમ્યાન હોસ્પિટલમાં તેમની મૃત્યુ થઇ ગઇ. પ્રમોદને વર્ષ 2012ના વિધાનસભા ચુંટણીમાં જૌનપુરની મલ્હની સીટથી બાહુબલી ધનંજય સિંહની પત્ની જાગૃતિ સિંહની સામે બીજેપીની ટીકીટ પર ચુંટણી લડી હતી. આ ચુંટણીમાં સપાના પારસનાથ યાદવે જીત મેળવી હતી, જયારે જાગૃતિ સિંહ બીજા નંબર પર રહી હતી.
પ્રમોદ યાદવની હત્યામાં અત્યાર સુધી કોઇની સામે આરોપ નક્કી થયા નથી. પોલીસે આરોપીઓની ઓળખ કરવામાં લાગી ગઇ છે. જેના માટે સીસીટીવી તપાસ કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે. તેમને ઘાયલ અવસ્થામાં જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમ્યાન તેમની મૃત્યુ થઇ ગઇ. તુરંત જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગયા બુધવારના પૂર્વ સાંસદ અને બાહુબલી ધનંજય સિંહને અપહરણ અને રંગદારી કેસમાં 7 વર્ષની સજા સંભળાવવામાં આવી. તેમની સાથે જ એમપી- એમએલએ કોર્ટે તેમના પર 50,000નો દંડ ફટકાર્યો હતો. અને તેમને મંગળવારના દોષિત જાહેર કરાયા હતા.