અત્યાર સુધીમાં 17 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે
ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ એક પછી એક કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં ભાજપ પ્રદેશ પ્રમુખની રાજકિય યાત્રાઓને કારણે પણ ભાજપના નેતાઓમાં કોરોના ફેલાયો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
24 કલાકમાં ભાજપના 6 નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં 17 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના નેતા અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોનાનો શિકાર બની ચુક્યા છે જ્યારે એક વખતના વડાપ્રધાન મોદીની હરોળના ગણાતા નેતા શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા.
- Advertisement -
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પછી સુરેન્દ્રનગરના ભાજપના નેતાને પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સવારે બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બપોરે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો હતો. અને ભાજપના અમદાવાદના સાસંદ કિરીટ સોલંકી પણ પોઝિટિવ આવ્યા છે.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી હાલ કોરોના ગ્રસ્ત છે. ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય પણ હાલ કોરોનાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. ભાજપના સંસદ રમેશ ધડુક સભ્ય સારવાર હેઠળ છે. સંસદ સભ્ય ડો.કિરીટ સોલંકીને હાલ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ ) કેબિનેટ મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે.