ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર,પ્રખર રાષ્ટ્રવાદી વિચારક,જનસંઘના સ્થાપક પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિવસે તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામે ભાજપ પરિવારે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
એક દેશ મેં દો વિધાન…દો નિશાન…દો પ્રધાન નહીં ચલેગા ની રાષ્ટ્ર વ્યાપી ચળવળ શરૂ કરનાર અને 370 કલમ હટાવવાના સ્વપ્ન દ્રષ્ટા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી 23 જુન 1953 નાં રોજ નિર્વાણ પામ્યા હતા.દેશવાસીઓ તેમના નિર્વાણ દિવસને બલીદાન દિવસ તરીકે ઉજવે છે જેના અંતર્ગત તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામે જીલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર,જીલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ડો.ગોપાલભાઈ હડીયા ની ઉપસ્થિતિમાં બલીદાન દિવસ ઉજવાયો હતો.આ પ્રસંગે કેસરિયા કાર્યકરોએ ડો.શ્યામાપ્રસાદજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વિવિધ વક્તાઓએ દેશ માટે ડો.સાહેબે આપેલ બલીદાન નાં સ્મરણો યાદ કરી દેશની એકતા અને અખંડિતતા માટે ડો.શ્યામાપ્રસાદજી એ આપેલ અમૂલ્ય પ્રદાનના વિવિધ પ્રસંગોને ઉજાગર કર્યા હતા.ડો.સાહેબના ક્રાન્તિકારી વિચારોને અનુસરવા સૌએ સંકલ્પ કર્યો હતો.આ કાર્યક્રમમાં ખેડૂત ચર્ચા મંડળના પ્રમુખ છગનભાઈ સાવલીયા સહિત કેસરીયા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.