કોરોનાકાળમાં રમકડાં જપ્ત કરવાથી નાના વેપારીઓને પડ્યો મોટો ફટકો
રમકડા પર માર્કો ફરજિયાત
ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતા એકમોને પકડવા માટે ઇજઈં અત્યારે સતત દરોડા પાડી રહી છે. ભારતીય માનક બ્યુરો દ્વારા છેતરપીંડી અને સંભવિત સુરક્ષાને ધ્યાને રાખીને બાળકોની સુરક્ષા માટે આઈએસઆઈ ફરજિયાત કરવામાં આવ્યો હતો, જેથી ભારતીય માનક બ્યુરો દ્નારા આવા ગેર કાયદેસર ઉત્પાદન કરતા લોકો પર દરોડા પાડતી હોય છે. બાળકને નુકશાન કે ઇજા ન થાય તે માટે સરકાર દ્વારા આવી રમકડાં ઉત્પાદન કરતી કંપની પર કાર્યવાહી પણ કરવામાં આવે છે.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં રમકડાંની દુકાન ધરાવતાં તમામ નાના વેપારીઓ માટે અત્યંત ગંભીર મુદ્દો બી.આઈ.એસ. એક્ટ 2016 મુજબ કોઈ પણ માલ જે તે વેપારી આઈ.એસ.આઈ.ના માર્ક વગર વહેંચી શકશે નહીં તથા જો વહેંચતા પકડાશે તો આ એક્ટ મુજબ રૂા. 2,00,000નો જુર્માનો અથવા 2 વર્ષની જેલનો દંડ અથવા તો બંને દર્શાવેલ છે જેનો વિરોધ રમકડાંના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ અંગે આજરોજ કલેકટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું.
- Advertisement -
એક્ટ વર્ષ 2020 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલ છે જેનો બધા જ વેપારીઓને અમલમાં મૂકવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2022ના રોજ દર્શાવેલ છે જ્યારે આ સમયની ગણતરી કરવામાં આવે તો 22 માસની સમયમર્યાદા મળે છે. જ્યારે આ 22 માસની સમય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવે તો આ સમય ગાળામાં કોરોનાનો કહેર તથા લોકડાઉનનો સમય પણ સામેલ છે.
હવે જ્યારે આવા સમયની મર્યાદામાં વેપારીઓ પાસે હાજરમાં પડેલ અઢળક માલનો નિકાલ કરવો અત્યંત મુશ્કેલ તથા નહીંવત છે. આજે રમકડાંના વેપારીઓમાં એક અત્યંત ભયનો માહોલ બનેલ છે જેનું મૂળ કારણ બી.આઈ.એસ. અધિકારીઓની અચાનક રેડ દ્વારા ઘણા ખરા વેપારીઓ જેમની દુકાને આઈ.એસ.આઈ. વગરનો માલ મળતાં જપ્ત કરી ત્યારબાદ નોટીસો ફટકારીને રૂા. 2 લાખ અથવા તો 2 વર્ષની જેલની સજાની ચેતવણી મળેલ છે. જ્યારે ઉપરોક્ત દર્શાવેલ સમય મર્યાદામાં આજે કોઈ એક નાના વેપારી માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડેલ છે જેમ કે લોકડાઉનના તથા કોરોનાના કપરા કાળમાં પગાર, ભાડા તથા યુટીલીટી બીલો અને ઘર ખર્ચાઓનો બોજો આજે કોઈ પણ વેપારીઓ પાસે પડેલ અઢળક માલ જે કાયદેસર રીતે વહેંચી શકાય નહીં તો જ્યારે આવો બધો માલ ભેગો કરવામાં આવે તો માલનો નિકાલ કરવો આર્થિક તથા શારીરિક રીતે શક્ય નથી અને બી.આઈ.એસ. અધિકારીઓના કહેવા મુજબ આવા માલનો નાશ કરવાનો હુકમ મળેલ છે. તો આજે આવા માલનો નાશ કરવામાં આવે તો કરોડો રૂપિયાના માલનો નાશ થતો દેખાય છે જેની ગંભીરતાને બી.આઈ.એસ. વિભાગે ધ્યાનમાં લઈ વેપારીઓને એક વધારાની સમયમર્યાદા ફાળવવામાં આવે જેથી કરીને અમો વેપારીઓને ફાળવેલ સમય મર્યાદામાં માલનો નિકાલ કરવામાં સરળતા રહે તેવું રજૂઆત કરતાં જણાવ્યું હતું.
વધુમાં બી.આઈ.એસ. દ્વારા જે ચાર વેપારીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમને ત્યાંથી 800 જેટલા રમકડાંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેના કારણે વેપારીઓને મંદી-કોવિડની ત્રીજી લહેર સાથે માલ જપ્ત થવાથી રમકડાંના નાના વેપારીઓને મોટો માર પડ્યો છે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર કચ્છના ટોયઝ એસો.ના સભ્યોે જણાવ્યું હતું તથા બી.આઈ.એસ.ની મુદત વધારવાની માંગ કરવામાં આવી છે.
રાજકોટના રમકડાંના વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારના નોટિફીકેશન મુજબ ઈમ્પોર્ટેડ માલ ટેસ્ટીંગ કરીને માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટરને ત્યાંથી દરેક વેપારીઓ પાસે આવે છે. આ માલ ડીઆઈએસનો ન હોય તો વહેંચી શકાય, વર્ષ 2020માં જ્યારે આખા વર્લ્ડમાંથી ભારતમાં આવતો હતો જેથી વેરાઈટીઓ પણ વધારે હતી જેના કારણે ડિસ્ટ્રીબ્યુટર, નાના વેપારીઓ માટે માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં કોવિડ, લોકડાઉન, મંદી અને ઓનલાઈન કોમ્પિટીશનના માર વચ્ચે આ માલનો સ્ટોક વહેંચવા સમય ગાળો આપવો જોઈએ અને એવામાં જો આ માલના સ્ટોકનો નાશ કરવામાં આવે તો વેપારીઓને ખાટલે મોટી ખોટ પડે તેમ છે. આમ સરકાર દ્વારા વેપારીઓને બી.આઈ.એસ.માં વધુ એક વર્ષની મુદત આપવામાં આવે તો આ સ્ટોકનો સમયસર નિકાલ થઈ જાય અને નાના વેપારીઓને થતી નુકસાની ન પડે. જે માટે સરકારને રમકડાંના તમામ નાના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વધુમાં કલેકટરને પણ રમકડાંના વેપારીઓ દ્વારા આવેદન આપી ડી.આઈ.એસ.માં એક વર્ષની મુદતમાં વધારો કરવાની સરકારને રજૂઆત કરવામાં આવશે.
- Advertisement -
રમકડાંના વેપારીઓએ તેમની વેદના ઠાલવતાં ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય અથવા અન્ય કોઈ માલસામાન હોય તો તેનો સ્ટોક સમયસર પૂરો થઈ જતો હોય છે, જ્યારે રમકડાં લેવાવાળો વર્ગ છેલ્લાં બે-ત્રણ વર્ષથી કોરોના આવતાં ઘટી ગયો છે ત્યારે રમકડાંનો આ સ્ટોક કેવી રીતે પૂરો કરવો? તે અંગે રાજકોટ અને આસપાસના ગામડાઓના રમકડાંના નાના વેપારીઓ અસમંજસમાં મૂકાયા છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી કોરોનાનો કહેર આવતાં દરેક માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો જીવન જરૂરિયાત સિવાયની અન્ય વસ્તુઓ અથવા મોજશોખની વસ્તુઓ લેવાનું ટાળતા હોય છે ત્યારે આ કટોકટીના સમય દરમિયાન રમકડાંનું વેચાણ કરવું ખૂબ જ અઘરૂં બન્યું છે. ભારતીય માનક બ્યુરો અથવા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા શહેરમાં રમકડાંના ચાર વેપારીઓ પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરતાં શહેરના અન્ય રમકડાંના વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. સરકાર આ અંગે કુમળુ વલણ દાખવીને રમકડાંના નાના વેપારીઓને વધુ એક વર્ષની સમય મર્યાદા આપે તેવી માંગ ઉઠવા પામી છે.