2002 બાદના તમામ રેકોર્ડ મનપા દ્વારા ડિજિટલી સ્ટોર કરવામાં આવેલ હોય તેની સેવાઓ કચેરી ખાતેથી મળી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલીકાના વિસ્તાર હેઠળ આવતી ઝોન કચેરીઓ ખાતે જન્મ અને મરણ નોંધણીની થતી કામગીરીમાં જાહેર જનતાને બહોળો લાભ મળે અને તેઓના વિસ્તારની નજીકની ઝોન ઓફીસ ખાતેથી જન્મ અને મરણ નોંધણી સંબંધી કામગીરીનો લાભ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની મધ્યઝોન ખાતે થતી કામગીરીને ડિઝીટલ ભારતના ભાગ રૂૂપે હવેથી પશ્ચીમ ઝોન કચેરી તેમજ પુર્વ ઝોન કચેરી ખાતે પણ થઇ શકશે.
- Advertisement -
ન્મ મરણ નોંધણીની વર્ષ 2002 બાદના તમામ રેકર્ડ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિઝીટલી સ્ટોર કરવામાં આવેલ છે આ તમામ ેકર્ડમાં નીચે મુજબની સેવાઓ અરજદારોને નજીકની ઝોન કચેરી ખાતેથી મળી રહેશે. જન્મ નોંધમાં બાળકના નામ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે – સને 2002 બાદ અને સને 2020 સુધીના તમામ જન્મ રેકર્ડમાં બાળકનું નામ દાખલ કરવાનું રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર / બોનાફાઇડ સર્ટી મુજ્બ બાળકનું નામ દાખલ કરી શકાશે તેમજ વિશેષ કોઇ દસ્તાવેજની જરૂૂરીયાત રહેશે તેની માહિતી આપવામાં આવશે.