બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 12 નવેમ્બર 2022 ના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા હતા હવે બિપાશા બાસુએ પહેલીવાર તેની દીકરી દેવીનો ચહેરો બતાવ્યો છે
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ પહેલીવાર તેની દીકરી દેવીનો ચહેરો બતાવ્યો છે. જણાવી દઈએ કે બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમની નાની ઢીંગલી દેવી ની બે તસવીરો શેર કરી છે, જેમાં દેવી હસતી જોવા મળે છે.
- Advertisement -
બિપાશા બાસુએ દીકરીનો ચહેરો બતાવ્યો
નોંધનીય છે કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 12 નવેમ્બર 2022 ના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા. બંનેએ હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો જાહેર કર્યો ન હતો. હવે બિપાશા બાસુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રીની તસવીર શેર કરી અને લખ્યું, ‘હેલો વર્લ્ડ… હું દેવી છું!’
વાયરલ થઈ તસવીરો
તસવીરમાં બિપાશાની પુત્રી દેવી હસતી જોવા મળે છે. દેવીએ ગુલાબી રંગના કપડાં પહેર્યા છે જેમાં તે નાની એંજલ જેવી દેખાઈ રહી છે. બિપાશાની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ, મિત્રો અને ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
- Advertisement -
View this post on Instagram
વર્ષ 2016માં કર્યા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણના લગ્ન 30 એપ્રિલ 2016ના રોજ થયા હતા અને બંનેની પહેલી મુલાકાત ફિલ્મ અલોનના સેટ પર થઈ હતી. એ સમયે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બંનેએ તેના સંબંધથી આગળ આવીને લગ્ન કરવાની નિર્ણય કર્યો હતો.
કરણના ત્રીજા લગ્ન
તમને જણાવી દઈએ કે આ બિપાશાના પહેલા લગ્ન હતા પણ કરણના ત્રીજા લગ્ન હતા. કરણે વર્ષ 2008માં અભિનેત્રી શ્રધ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા અને 10 મહિના પછી ડિવોર્સ આપી દીધા હતા/ એ પછી વર્ષ 2012માં જેનિફર વીંગેટ સાથે લગ્ન કર્યા હતા અને 2014માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. એ પછી 2016માં તેને બિપાશા સાથે લગ્ન કર્યા હતા.