ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ અંતર્ગત બિલ્કિસ બાનો સામૂહિક રેપ કેસમાં સજા ભોગવી રહેલા 11 દોષિતોને સજામુક્ત કરાયા હતા જે મામલે સુપ્રિમકોર્ટે ફટકારી નોટિસ
સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. 11 દોષિતોને મુક્ત કરવા મામલે દોષિતોને પણ પક્ષકાર બનાવવા આદેશ કર્યા છે. સુપ્રીમકોર્ટનો સવાલ છે કે કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરાયા. ઉલ્લેખનિય છે કે, સામૂહિક બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા 11 દોષિતોને થોડા સમય પહેલા સજામુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલ્કિસ બાનોએ ગુજરાત સરકારના આ નિર્ણયને પાછો લેવા અને ડર્યા વગર અને શાંતિથી જીવન જીવવાનો તેમનો અધિકાર પાછો આપવાની અપીલ કરી હતી.
- Advertisement -
કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરાયા-SC
મહત્વનું છે કે ગુજરાત સરકારે સજા ભોગવી રહેલા 11 આરોપીઓને જેલમુક્ત કરાતા સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર સુભાશિની અલી સહિત ચાર લોકોએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી. આની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુજરાતના નિયમો હેઠળ આ દોષિતો મુક્તિ મેળવવા માટેના હકદાર છે કે નહી ? અમારે જોવું પડશે કે જેલમુક્તિના નિર્ણય સમયે આ બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં તેમ જણાવ્યું હતું.
સમિતિની ભલામણના આધારે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો
- Advertisement -
ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણો બાદ બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. આ કમિટીના રિપોર્ટના આધારે તમામ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા હતા.
શું હતો મામલો ?
ઉલ્લેખનીય છે કે, 2002માં ગોધરાકાંડ વખતે અમદાવાદમાં 17 લોકોએ બિલકિસના પરિવાર પર હુમલો કર્યો હતો.. ત્રણ માર્ચ, 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બરિયા ગામમાં ટોળાએ બિલકિસ બાનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવાઈ હતી..અને બિલકિસ પર સામુહિક દુષ્કર્મ આચરાયું હતું..દુષ્કર્મ આચરાયું ત્યારે બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ હતો. આ મામલે 21 જાન્યુઆરી 2008માં મુંબઈ કોર્ટે 12 લોકોને હત્યા અને દુષ્કર્મના આરોપી જાહેર કર્યા હતા..ત્યારબાદ ટ્રાયલકોર્ટે તમામ આરોપીને ઉમરકેદની સજા આપી હતી..જો કે, તમામ આરોપીએ મુંબઈ હાઈકોર્ટમાં ચૂકાદા વિરૂદ્ધ અપીલ કરી હતી..પરંતું મુંબઈ હાઈકોર્ટે તમામ આરોપીની સજા યથાવત રાખી હતી..