11 પશુ પર હુમલો કરતા ચાર પશુના મૃત્યુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લાના બીલખા ગામમાં બે દિવસ અગાઉ સમી સાંજે છ જેટલા સિંહો ગામમાં ઘુસી આવ્યા હતા જેથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે સવાલ એ છે કે સમી સાંજથી સીહોઓએ બઘડાટી બોલાવી હતી ત્યારે સિંહો દ્વારા કહેર મચાવતા હતા ત્યારે વનકર્મી અને ટ્રેકરો ક્યાં ગયા હતા એવા સવાલો ગ્રામજનો કરી રહ્યા છે.
- Advertisement -
મોડી રાત્રે સિંહોએ કુલ 11 પશુ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર પશુના મૃત્યુ નિપજ્યા હતા. આ સિંહોના હુમલાથી સમગ્ર ગામમાં હાહાકાર મચાવ્યા બાદ જંગલના કર્મીઓ જાગ્યા હતા અને વેટરનરી ડોક્ટર સહીત વન કર્મચારીઓ દોડતા થયા હતા અને લોકો માથી સંભળાતી વાતો પ્રમાણે જંગલખાત દ્વારા જ જંગલી જાનવરોને રેવન્યુ વિસ્તરામાં ધકેલી દેવામાં આવે છે. તેવા આરોપો થયા હતા સત્ય જે હોય તે હાલતો પશુપાલકોને ખુબ જ મોટી નુકશાની થઇ રહી છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી જયારે બીલખા હાઈસ્કૂલના પાછળના ભાગમાં બનેલ આ કમનસીબ પશુપાલકોને ઉચું વળતર મળે અને ભવિષ્યમાં વન્ય પ્રાણીઓ રેવન્યુમાં ન આવે એની સખત તકેદારી રાખવામાં એવી માંગ ઉઠવા પામી છે. વન્ય પ્રાણીઓ દ્વારા મારણ કરવામાં આવે ત્યારે નિયમ મુજબ સહાય મળે તેવી માંગ ઉઠવા પામી છે.