ઇઝરાયલ અને હમાસના હિંસક સંઘર્ષની વચ્ચે પેલિસ્ટીનીને માન્યતા આપવાનો પ્રશ્ન ઉભો થયો છે. જો કે, કેટલાક દેશ ઇઝરાયલને માન્યતા આપશે નહીં. હાલની પરિસ્થિતિમાં સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સાઉદીએ ઇઝરાયલને માન્યતા આપવાના પ્રશ્નને મહત્વનો ગણાવ્યો છે. તેમણે વ્યાપક કરારની વાત કરી છે.
સાઉદી અરબના વિદેશ મંત્રીએ કહ્યું કે, તેમનો દેશ ઇઝરાયલને માન્યતા આપી શકે છે. માન્યતા આપ્યા પહેલા વ્યાપક કરાર કરવો પડશે. તેમાં પેલિસ્ટીનીના લોકોને પણ રાજ્યનો દરરજો આપવો પડશે. વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સાઉદીના નિવેદન એટલે મહત્વનું માનવામાં આવે છે, કારણકે છેલ્લા લગભગ ત્રણ મહિનાથી ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલુ છે. 7 ઓક્ટોમ્બરથી ચાલુ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 25,000 વધારે લોકોની મૃત્યુ થઇ ચૂકી છે.
- Advertisement -
પ્રિન્સ ફૈસલે દાવોસમાં વિશ્વના આર્થિક મંચ પર કહ્યું કે, સાઉદી આ વાત પર સહમત છે કે, ક્ષેત્રીય શાંતિ માટે ઇઝરાયલની ભૂમિકા મહત્વની છે. જો કે, પેલિસ્ટીનીના લોકોની માંગણીને પૂર કરવી પણ મહત્વની છે. આ બાબતે અમેરિકી સરકારની સાથે ગંભીરતાથી કામ કરી રહ્યા છે. ગાઝાના સંદર્ભમાં વધારે યોગ્ય છે.
સાઉદી અરબના નિર્ણયથી આતંરરાષ્ટ્રીય રાજનીતિમાં મોટા ફેરફાર
મળેલી જાણકારી અનુસાર, જો સાઉદી અરેબિયા ઇઝરાયલને માન્યતા આપે છે તો, આ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની મોટી સફળતા છે. આ પહેલા સંયુક્ત આરબ અમિરાત, બેહરીન અને મોરક્કો ઇઝરાયલની સાથે રાજનૈતિક સંબંધ સ્થાપિત કરી ચૂક્યા છે. ત્યાર પછી ઇઝરાયલ અને સાઉદીની વચ્ચેના કરાર પશ્ચિમ એશિયા અને મિડલ ઇશ્ટની ભૂરાજનૈતિક પરિસ્થિતિ બદલી શકે છે.
ઇઝરાયલની યોજના પર અમેરિકા પ્રભાવિત
સાઉદીની ભૂમિકા એટલે પણ મહત્વની છે, કારણકે સુન્ની મુસ્લિમ સમુદાયના શાસનવાળા આ દેશ દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ગણતરી થાય છે. રાજનૈતિક- આર્થિક ક્ષમતા સિવાય તેમનો ધાર્મિક પ્રભાવ પણ વધારે છે. ઇઝરાયલને માન્યતા આપવાની યોજનાને અમેરિકાનું સમર્થન પણ મળેલું છે. જો કે, યુદ્ધના 100થી વધારે દિવસો વિત્યા પછી સાઉદીની રાજનીતિથી જોડાયેલા સુત્રોના જણાવ્યું કે, કૂટનૈતિક પ્રાથમિકતાઓ પર નવી રીતે વિચાર કરવામાં આવી રહ્યો છે. સાઉદી ઇઝરાયલ સંબંધોને સામાન્ય બનાવવામાં થોડા લાંબો સમય લાગી શકે છે.
- Advertisement -