પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાવ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે, આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો જીવ બુઝાઈ ગયા. અકસ્માત સર્જનાર તથ્ય પટેલની બેફામ કાર ડ્રાઈવિંગના કારણે નવ જેટલા નિર્દોષોના જીવ ગયા જેને લઈ કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપીના રિમાન્ડ મેળવાયા છે. જે બાદ અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નિતા દેસાઇનું નિવેદન સામે આવ્યું છે.
- Advertisement -
બ્લડ રિપોર્ટમાં આલ્કોહોલનું સેવન કર્યાનું આવ્યું નથી
પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાવ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી તેમજ કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની તપાસ બાકી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, આ તપાસ બાકી છે. તેમણે કહ્યું કે, અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.
🔸અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની ઘટનાનું પોલીસ દ્વારા ગત રાત્રે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
🔸ગંભીર ગણાતા આ ગુનામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં: નીતા દેસાઈ, ટ્રાફિક DCP@sanghaviharsh @AhmedabadPolice #AhmedabadAccident #Ahmedabad pic.twitter.com/OhRPWoEve4
- Advertisement -
— DD News Gujarati (@DDNewsGujarati) July 21, 2023
‘ડ્રગ્સ અંગેનો રિપોર્ટ હજૂ આવવાનો બાકી છે’
DCPએ જણાવ્યું કે, કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની પણ તપાસ બાકી છે અને અગાઉ કોઈ અકસ્માત કર્યો હતો કે અકસ્માત બાદ સમાધાન થયેલુ કે કેમ તે અંગેની તપાસ બાકી છે, તેમણે કહ્યું કે, RTOમાંથી પણ જોઈન્ટ વિઝિટ કરી હતી પરંતુ તે રિપોર્ટ આવવાનો બાકી છે. ફોનની ચકાસણી માટે FSLમાં મોકલવાના બાકી છે તેને લઈ અત્યારે અમે ફોન કબજે લઈ લીધા છે તેમજ DNA, ડ્રગ્સ અંગેનો રિપોર્ટ હજૂ આવવાનો બાકી છે.
શું હતી સમગ્ર ઘટના ?
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવીલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.