– 67માંથી 66 કાઉન્સિલરો એકનાથ શિંદે જૂથમાં જોડાયા
અગાઉ બળવાખોર ધારાસભ્યો અને ભાજપની મદદથી એકનાથ શિંદેએ સરકાર બનાવી હતી. જોકે હવે ઠાકરે જુથને વધુ એક ઝટકો લાગ્યો છે
- Advertisement -
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. વિગતો મુજબ થાણે મહાનગરપાલિકા પણ શિવસેનાના હાથમાંથી સરકી ગઈ છે. વાસ્તવમાં, શિવસેનાના 67માંથી 66 કાઉન્સિલરો અહીં એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે. અગાઉ બળવાખોર ધારાસભ્યો અને ભાજપની મદદથી એકનાથ શિંદેએ સરકાર બનાવી હતી. જોકે હવે ઠાકરે જુથને વધુ એક ઝટકો લાગ્યો છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો આંચકો
ઉદ્ધવ ઠાકરેને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. પહેલા શિવસેનાના ધારાસભ્યો એકનાથ શિંદે સાથે મળી બળવાખોરી કરી. જે બાદમાં એકનાથ શિંદેની સરકાર બની. આ સાથે હવએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. થાણે મહાનગરપાલિકામાં શિવસેનાના તમામ 66 કાઉન્સિલરો મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જે બાદમાં 67માંથી 66 કાઉન્સિલરો એકનાથ શિંદે જુથમાં જોડાઈ ગયા છે. નોંધનીય છે કે, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પછી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન મહારાષ્ટ્રનું બીજું સૌથી મહત્ત્વનું અને સૌથી મોટું કૉર્પોરેશન છે.
મુખ્યમંત્રી શિંદે થાણેથી જ રાજકારણની શરૂઆત કરી હતી
- Advertisement -
મહારાષ્ટ્રના થાણેમાં એકનાથ શિંદેની મજબૂત પકડ માનવામાં આવે છે. વિગતો મુજબ એકનાથ શિંદેએ જનીતિની શરૂઆત પણ અહીંથી જ કરી હતી. તેઓ 1997માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કાઉન્સિલરની ચૂંટણી જીત્યા હતા. આ સાથે 2001માં મહાનગરપાલિકા ગૃહમાં વિપક્ષના નેતા પણ હતા. આ પછી, 2002 માંતેઓ બીજી વખત થાણેથી કોર્પોરેશન કાઉન્સિલર બન્યા. એકનાથ શિંદે 2004ની ચૂંટણીમાં થાણે વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. આ પછી, તેમણે 2009, 2014 અને 2019 માં થાણેની કોપરી પચપાખાડી બેઠક પરથી ચૂંટણી જીતી હતી.