ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે હાલમાં જ યુએસએની નેશનલ ક્રિકેટ લીગ પર ચાબૂક ચલાવી દીધી છે, જેના કારણે ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જાણો શું છે ICCના આમ કરવાનું કારણ.
ક્રિકેટની લોકપ્રિયતા જોઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC ઘણા દેશોમાં અલગ અલગ ક્રિકેટ લીગનું આયોજન કરાવે છે. ICC એ લગભગ એક વર્ષ પહેલા સમગ્ર વિશ્વમાં T20 અને T10 લીગને મંજૂરી આપવા માટે સખત દિશા-નિર્દેશ લાગુ કર્યા હતા. એક વર્ષ પહેલા, ICC એ યુએસએની નેશનલ ક્રિકેટ લીગને મંજૂરી આપી હતી, પરંતુ હવે માત્ર એક વર્ષની અંદર જ ICCએ પ્લેઇંગ ઇલેવનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ યુએસએની નેશનલ ક્રિકેટ લીગ (NCL) પર સકંજો કરતાં તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
- Advertisement -
પ્લેઇંગ ઇલેવનના નિયમોનું ઉલ્લંઘન
આ લીગને લાગુ કરતી વખતે ICCએ સખત દિશા-નિર્દેશ આપ્યા હતા. હવે નેશનલ ક્રિકેટ લીગ પર પ્લેઇંગ ઇલેવનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ લીગમાં ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં અડધાથી વધુ ખેલાડીઓ બીજા દેશોના રમતા જોવા મળ્યા, જે આઈસીસીના નિયમોની વિરુદ્ધ હતું. અહેવાલ અનુસાર, યુએસએ ક્રિકેટ (યુએસએસી) ને લખેલા પત્રમાં, આઈસીસીએ ભવિષ્યની સીઝન માટે લીગને મંજૂરી ન આપવાના તેના નિર્ણય વિશે માહિતી આપી. આ પત્રમાં મુખ્યત્વે પ્લેઇંગ ઇલેવનની જરૂરિયાતોનું પાલન ન કરવાનું ટાંકવામાં આવ્યું છે, જેમાં 7 USAC સંલગ્ન અથવા સંકળાયેલ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા અને અને આયોજન પહેલા NCL અધિકારીઓને જાણ કરવામાં આવેલા પ્રતિબંધના નિયમોના ઉલ્લંઘનનો સમાવેશ થાય છે.
આ દિગ્ગજો બન્યા હતા બ્રાન્ડ એમ્બેસેડર
- Advertisement -
યુએસએ નેશનલ ક્રિકેટ લીગ માટે વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ વિવિયન રિચર્ડ્સ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ વસીમ અકરમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. જો કે સ્ટાર ખેલાડીઓની હાજરી લીગને શરૂઆતથી જ મુશ્કેલીમાં મૂકતી ઓપરેશનલ બિનકાર્યક્ષમતાને દૂર કરવામાં નિષ્ફળ રહી. બીજી તરફ ICCએ પણ પ્રતિબંધને લઈને એક પત્ર જારી કર્યો છે. ICCએ NCLને પ્રતિબંધ અંગે જે પત્ર લખ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ લીગને લઈને મેદાન પર અને મેદાનની બહાર ઘણી સમસ્યાઓ છે.
લીગને લઈને ઘણી સમસ્યાઓ
પ્લેઇંગ ઇલેવનના નિયમોનું પાલન ન કરવા સિવાય, જ્યાં અનેક પ્રસંગોએ 6-7 વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેના સિવાય ડ્રોપ ઇન પીચોનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ખૂબ જ નબળી ગુણવત્તાની હતી. એટલે સુધી કે બેટ્સમેનોને કોઈ શારીરિક ઇજા ન થાય, તે માટે વહાબ રિયાઝ અને ટાઈમલ મિલ્સ જેવા બોલરોએ સ્પિન બોલિંગ કરવી પડી.
અમેરિકા T20 અને T10 લીગના હબ તરીકે ઉભરી આવ્યું છે કારણ કે દક્ષિણ એશિયાના ડાયસ્પોરા આ રમત સાથે જોડાવા માંગે છે. અમેરિકન સેટ-અપમાં લગભગ 60 ફર્સ્ટ-ક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની હાજરી ઝડપી લીગ શરૂ કરવાનો વિચાર વધુ અનુકૂળ બનાવે છે. જાણીને નવાઈ લાગશે કે ICC ડેસ્ક પર T20/T10 લીગને મંજૂરી આપવા માટે સૌથી વધુ અરજીઓ અમેરિકાથી આવી છે.