બિહારમાં 35થી 45 લાખ અને બહાર 55થી 60 લાખમાં પ્રશ્નપત્ર આપવાનું નક્કી થયેલું: લીક પેપર મેળવનાર 150 છાત્રોમાંથી અડધો અડધ ઉમેદવારોને સારા રેન્ક નહોતા મળ્યા, કેટલાક ઉતીર્ણ પણ નહોતા થયા
પેપર લીક મામલામાં અત્યાર સુધી થયેલી તપાસમાં એ વાત બહાર આવી છે કે છાત્રોએ 35 લાખથી 60 લાખ રૂપિયામાં પ્રશ્નપત્ર ખરીદ્યા હતા. બિહારના છાત્રોને 35 લાખથી 45 લાખ રૂપિયા અને બહારના કેટલાક છાત્રોને 55 લાખથી 60 લાખ રૂપિયામાં પ્રશ્નપત્ર આપવાની વાત થઈ હતી.
- Advertisement -
સીબીઆઈની તપાસમાં અત્યાર સુધીમાં 150થી વધુ છાત્રોને પ્રશ્ન મળ્યાના પુરાવા મળ્યા છે. તેમના પરીક્ષા કેન્દ્ર ગુજરાતના ગોધરા, મહારાષ્ટ્રના લાતુર, ઝારખંડના હજારીબાગ, પટણા ઉપરાંત અન્ય શહેરોમાં અલગ અલગ સ્થળો પર હતા. તેમાં માત્ર પટણામાં લગભગ 35 છાત્રોને ઉત્તર સાથે પ્રશ્નપત્ર ગોખાવવામાં આવ્યું હતું.
લીક પ્રશ્નપત્ર મેળવનાર 150 છાત્રોમાં લગભગ અડધા ઉમેદવારોને સારા રેન્ક નહોતા મળ્યા. કેટલાક ઉમેદવારો તો ન્યુનતમ અંક મેળવીને પણ ઉતીર્ણ થઈ શકયા નહોતા. પટણામાં જ સેટીંગ કરાવનાર જલ સંસાધન વિભાગના તત્કાલીન જુનીયર ઈજનેર સિકંદર પ્રસાદ યાદવેન્દુના સાળા સંજીવના પુત્ર અનુરાગ યાદવને લગભગ 350ની નજીક જ અંક મળ્યા હતા. અનુરાગને રસાયનશાસ્ત્રમાં માત્ર પાંચ ગુણ જ મળ્યા હતા.
યુજી નીટનું સંશોધીત રિઝલ્ટ ટુંક સમયમાં જાહેર થશે: નીટનું સંશોધિત રિઝલ્ટ આ સપ્તાહમાં જ જાહેર થઈ જવાની આશા છે.
- Advertisement -
બિહારમાં પેપર લીક કેસમાં 10 વર્ષની સજા, 1 કરોડનો દંડ
યુપીમાં આજીવન કારાવાસ, 1 કરોડનો દંડ અને ઉતરાખંડમાં આજીવન કારાવાસ 10 કરોડનો દંડ
પટણા: વિધાનસભાએ બુધવારે બિહાર લોક પરીક્ષા (અનુચિત નિવારણ સાધન) વિધેયક 2024 મહોર લગાવી હતી. હવે પેપર લીકમાં દોષી સાબીત થવા પર ત્રણ થી દસ વર્ષની સજા થશે અને એક કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. પેપરલીકમાં પકડાઈ જવા પર જેલ જવાનું નકકી છે. કારણ કે નવા કાયદામાં બધા અપરાધ બિનજામીનપાત્ર હશે.
યુપી: આજીવન કારાવાસ અને એક કરોડ સુધીનો દંડ
તરપ્રદેશમાં યોગી સરકારે જાહેર પરીક્ષા વટહુકમ 2024 લાવવાને મંજુરી આપી દીધી છે. જે અંતર્ગત પ્રશ્નપત્ર લીકમાં દોષી સાબીત થવા પર 2 વર્ષથી માંડીને આજીવન સજા અને એક કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.
ઉતરાખંડ: ઉમરકેદ અને 10 કરોડ સુધીનો દંડ
ઉતરાખંડ સરકાર દ્વારા પેપર લીકના કેસમાં આજીવન કારાવાસની જોગવાઈ છે અને 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.