અરુણાચલ પ્રદેશમાં ગતરોજ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. વહેલી સવારે સેના દ્વારા ઓપરેશન શરુ કરીને હેલિકોપ્ટરમાં સવાર પાંચમાં જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે એટીસી એ પણ કહ્યું કે દુર્ઘટના પહેલા ઈમરજન્સી કોલ આવ્યો હતો.
શુક્રવારે અરુણાચલ પ્રદેશમાં આર્મીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાંચમાં જવાનોનાં મૃતદેહ પણ મળી આવ્યો છે. આજે વહેલી સવારે શરુ કરવામાં આવેલ ઓપરેશનમાં હેલિકોપ્ટરમાં સવાર પાંચમાં જવાનોના મૃતદેહ પણ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર દુર્ઘટના પહેલા હેલિકોપ્ટરમાં તકનીકી ખામીનો મામલો સામે આવ્યો હતો અને દુર્ઘટના પહેલા એર ટ્રાફીક કંટ્રોલ(ATC) ના ઈમરજન્સી કોલ આવ્યો હતો. જેમા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી હોવાની વાત સામે આવી હતી.
- Advertisement -
કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં તપાસનો આધાર બનશે
હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીનો મામલો કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં તપાસનો આધાર બનશે. હકીકતમાં વિમાન દુર્ઘટના શોધવા માટે સેના દ્વારા કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ ઓપરેશન દરમિયાન હવામાન સારુ હતું. પાઈલટ્સને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર 600 થી વધુ સંયુક્ત ઉડાન કલાકો અને તેમની વચ્ચે 1800 થી વધુ સેવા ઉડાન કલાકોનો અનુભર હતો. આ હેલિકોપ્ટરને જૂન 2015 માં સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું.
એક મહિનામાં બીજી લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટના
અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જીલ્લામાં શુક્રવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ મહિનામાં અરુણાચલમાં આ બીજી સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાં છે. સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એએસ વાલિયાએ જણાવ્યું કે આ દુર્ઘટના ચીન સરહદથી લગભગ 35 કિમી દૂર ગાઢ પર્વતીય વિસ્તારમાં થઈ હતી. એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર રુદ્ર Mi-4 લેકાબાલીથી ઉડાન ભરી હતી. તે નિયમિત ફલાઈટ હતી. સવારે 10.43 વાગ્યે, હેલિકોપ્ટર જીલ્લા મુખ્યાલય ટુટીંગથી લગભગ 25 કિમી લક્ષિણમાં મિગિગ ખાતે ક્રેશ થયું હતું.
સૌ પ્રથમ સ્વદેશી સશસ્ત્ર હેલિકોપ્ટર રુદ્ર
રુદ્ર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. દેશનાં પ્રથમ સ્વદેશી હથિયારોથી સજ્જ હેલિકોપ્ટરને ખાસ કરીને ભારતીય સેના માટે લડાયક હેલિકોપ્ટર તરીકે ડીઝાઈન કરવામાં આવ્યું છે. તે ધ્રુવ ALH નું MK-4 પ્રકાર હતું અને તે એકીકૃત શસ્ત્ર પ્રણાલીથી સજ્જ હતું.