અદાણીએ CNGના ભાવમાં પ્રતિકિલોએ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે જ્યારે PNGમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે
CNG-PNGના ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. CNG-PNGના ભાવમાં ઘટાડો કરાયો છે. અદાણી ટોટલ ગેસે રાહત આપી છે. અદાણીએ CNG-PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. અદાણીએ CNGના ભાવમાં પ્રતિકિલોએ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
- Advertisement -
અદાણી PNGનો ભાવ રૂપિયા 49.83 થયો
અદાણી PNGમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે. હવે અદાણી PNGનો ભાવ રૂપિયા 49.83 થયો છે. અમદાવાદમાં CNGનો પ્રતિકિલોનો ભાવ ઘટીને 73.29 થયો છે. રાજ્યમાં અન્ય ગેસ એજન્સીએ CNGનો ભાવ 5 થી 8 રૂપિયા ઘટાડ્યા છે.
કેન્દ્રની નવી ગેસનીતિને પગલે ભાવ ઘટ્યા
કેન્દ્રની નવી ગેસનીતિને પગલે CNG ગેસના ભાવમાં ઘટાડો નોંધાયો છે. CNG ગેસના ભાવમાં 8.13 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે PNG ગેસના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે. CNGનો નવો ભાવ 8.13 રૂપિયા ઘટીને 73.29 રૂપિયા થયો છે. PNGનો નવો ભાવ 5.06 રૂપિયા ઘટીને 49.83 રૂપિયા થયો છે.