આજે ગાંધીનગર ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુ દેસાઈએ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર તમામ ધારાસભ્યો દ્વારા મહોલ મારી દેવામાં આવી છે.
નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.
- Advertisement -
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરી શપથ લેશે. આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.