લાખાપર, અણીયારામાં બસ સ્ટેન્ડ તથા ડેરોઈ પ્રાથમિક શાળામાં પેવર બ્લોકની સુવિધા મળશે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની યાદીમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશે સર્વાંગી વિકાસ હાથ ધર્યો છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજય વિકાસની કેડી અવિરત કંડારી રહ્યું છે. મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં પણ રોડ, રસ્તા, પાણી, વીજળી જેવી પાયાની જરૂરિયાતોની સરળ કનેક્ટિવીટી જેવી સવલતો સહજ બની છે.
- Advertisement -
પ્રમુખ ભૂપતભાઈ બોદરના હસ્તે રાજકોટ જિલ્લાના લાખાપર અને અણીયારા ગામ ખાતે ગ્રામજનોની સુવિધા માટે બસ સ્ટેન્ડનું તેમજ ડેરોઈ પ્રાથમિક શાળા ખાતે પેવર બ્લોકનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું. આ તકે ભૂપતભાઈ બોદ2એ જણાવેલ કે લાખાપર અને અનિયારા ગામ ખાતે બસ સ્ટેન્ડની સુવિધાથી આસપાસના ગ્રામજનોને તેમજ ગામડાથી શહેરમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પરિવહન માટે સુગમતા રહેશે. આજુબાજુના 10થી 15 ગામના લોકોની અવરજવરમાં આ બસ સ્ટોપ ખૂબ ઉપયોગી સાબિત થશે.
રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને બળેવના પાવન પર્વની શુભેચ્છા પાઠવતાં ભૂપતભાઈ બોદર
રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને રક્ષાબંધન-બળેવના પાવન પર્વની શુભેચ્છા પાઠવતાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું કે રક્ષાબંધન એ ભાઈ-બહેનના સંબંધોમાં સુગંધ ભરતો ઉત્સવ, બ્રાહ્મણોનો યજ્ઞોપવિત બદલાવવાનો અને કર્મનિષ્ઠ વેપારીઓનો સમુદ્ર પુજનનો ઉત્સવ. આ ત્રણ ઉત્સવોનો ત્રીવેણી સંગમ એટલે જ શ્રાવણી પૂર્ણિમા – રક્ષાબંધન. રક્ષાબંધનના પર્વે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધવાની સાથોસાથ ભાઈના હૃદયને પણ પ્રેમથી બાંધે છે. ભાઈ આ દિવસે બહેન પાસે ‘રક્ષા’ રૂપે હાર્દિક શુભેચ્છાઓ મેળવે છે.