પત્રમાં નામ અને સ્થળજોગ હિનકક્ષાની વાતો: કુલપતિનાં બંગલે થતી વિવિધ પ્રકારની પાર્ટીઓનો પણ આક્ષેપ કરાયો છે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનવર્સિટીમાં કુલપતિપદનો ચાર્જ સંભાળ્યા બાદ ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીના ચારિત્ર્ય ઉપર નામ અને સ્થળજોગ બેફામ આક્ષેપો કરતાં લેટરબોમ્બના કારણે શિક્ષણજગતમાં ભારે ખળભળાટ સજાર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને લખાયેલા તેમજ શિક્ષણજગતના વરિષ્ઠ લોકોના નામે ફરતાં થયેલા આ લેટરમાં ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીના ચારિત્ર્ય પર અતિ ગંભીર આક્ષેપો કરાયા છે. આ પત્રમાંની વિગતો એટલી સ્ફોટક છે કે, અહીં તેનો ઉલ્લેખ કરી શકાય તેમ નથી. ભીમાણીની આ વાતો નાના-મોટા તમામ કર્મચારીઓ પણ જાણતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ડો. ભીમાણીને જામનગર અને અમરેલીનાં ‘પરાક્રમો’ અંગે પણ તેમાં ઉલ્લેખ છે.
- Advertisement -
આટલું ઓછું હોય તેમ કુલપતિ બન્યા બાદ પણ ડો. ભીમાણી વીસી બંગલામાં અને રિસેષના સમયે તેમની ચેમ્બરમાં મહેફીલ માણતા હોવાની ગંભીર વાત પણ આ લેટરમાં કહેવામાં આવી છે. આ લેટરના અંતે તમામ બાબતોની પોલીસ કે આઈ.બી. પાસે તટસ્થ તપાસ કરાવવાની અને ડો. ભીમાણીને કુલપતિપદેથી હટાવીને આરએસએસમાંથી કોઈ સારી વ્યક્તિને કાયમી યુનવર્સિટીનું સુકાન સોંપવાની માંગ પણ કરવામાં આવી છે. જો કે આ લેટરબોમ્બના અંતે જેમના નામ છે તેવા ડો. નેહલ શુક્લ, ડો. ભાવિન કોઠારી, ડો. મેહુલ રૂપાણી, ડો. ભરત રામાનુજ અને ડો. પ્રવિણસિંહ ચૌહાણનો સંપર્ક સાધતા તેઓએ આવા કોઈ લેટર બાબતે જાણતાં હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
મા સરસ્વતીની આરાધનાના ધામ સમાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરતાં થયેલા આ લેટર બોમ્બે ભારે ચકચાર મચાવી છે. ઉલ્લેખનીય છે કે આવા ભયાનક આક્ષેપ કરતો લેટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ કવરમાં રજિસ્ટ્રારના મોબાઈલ નંબર સાથે યુનિવર્સિટીની માન્ય કુરિયર સર્વિસ થકી જ મોકલવામાં આવ્યો છે જે વાત ઘણી સૂચક છે.
ડૉ.ભીમાણીના અંગત જીવન પર આક્ષેપ કરતાં પત્રમાં શું?
ડો. ભીમાણીના ચારિત્ર્યની હિન કક્ષાની વાતો
ડો. ભીમાણીની ચેમ્બરમાં પર્સનલ ચેમ્બર
ડો. ભીમાણીના જામનગર, અમરેલીનાં ‘પરાક્રમો’
ડો. ભીમાણી દ્વારા કોલેજના સંચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી
ડો. ભીમાણી દ્વારા કુલપતિ બંગલે થતી વિવિધ પ્રકારની પાર્ટીઓ
ડો. ભીમાણીના કરતૂતો અખબારમાં જે-તે સમયે છપાયાનો ઉલ્લેખ
ડો. ભીમાણીને હટાવી આરએસએસમાંથી કાયમી કુલપતિની માંગ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિ.માંથી મોકલાયેલાં આ લેટર બોમ્બ પાછળ યુનિવર્સિટીનાં જ લોકોની સંડોવણી હોવાની આશંકા