કોરોના વેકસીનમાં ‘સ્વદેશી’ નિર્માણથી વિશ્વભરને અચંબીત કરી દેનાર ભારતમાં હવે વિશ્વની પ્રથમ નાકેથી આપી શકાય તેવી કોરોના વેકસીન ગઈકાલે લોંચ થઈ છે. ભારત બાયોટેકની INCOVACC નેઝલ વેકસીન ગઈકાલે પ્રજાસતાક દિને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ લોન્ચ કરી હતી
જે હાલ 18 વર્ષથી ઉપરની વયના લોકોને બુસ્ટર ડોઝ તરીકે આપી શકાશે અને તે ખાનગી વેકસીનેશન સુવિધા કેન્દ્રમાં ‘પેઈડ’ ધોરણે મળશે. વિશ્વમાં નાકેથી માપી શકાય તેવી કોરોનાની આ પ્રથમ વેકસીન છે. વિશ્વમાં કોરોના સામે મ્યુકોસલ- (નાકથી આપી શકાય) તેવી કોરોના સામે 100થી વધુ વેકસીન પર હાલ સંશોધન થઈ રહ્યું છે પણ ભારતમાં તે લોન્ચ થઈ ગઈ છે અને પ્રથમ બે ટ્રાયલ ઉપરાંત ત્રીજી ટ્રાયલ મહત્વની સાબીત થઈ હતી જેમાં 3100 લોકો પર આ વેકસીનના બે ડોઝ અપાયા હતા.
- Advertisement -
અને તે ખુબજ અસરકારક સાબીત થઈ છે અને હવે આ વેકસીન માટે ઈન્જેકશનની જરૂર રહેશે નહી. આ વેકસીન નાક- મોઢા તથા છેક ફેફસા સુધી અસરકારક છે અને ફેફસા સુધી સંક્રમણ પહોંચી ગયું હોય તો પણ રાહત આપે છે અને તે નાકથી જ એન્ટીબોડી પેદા કરે છે. આ વેકસીન સ્ટરીલાઈઝીંગ ઈમ્યુનીટી પેદા કરે છે જે ગેઈમ ચેન્જર બની શકે છે અને તે અસરકારક હશે.