ભારતના આકરા મિજાજ છતાં પણ કેનેડામાં ખાલીસ્તાની અલગતાવાદીઓએ તેમની હિન્દુઓ સામેની આપતિજનક પ્રવૃતિ યથાવત રાખી છે અને ગ્રેટર ટોરન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ભગવત ગીતા પાર્કમાં લાગેલા એક સાઈનબોર્ડને આ અલગતાવાદીઓએ તોડી પાડયું હતું.
વડાપ્રધાન મોદીના ચિત્ર-વિચિત્ર તસવીર પણ બનાવી હતી. કેનેડામાં ગત વર્ષથી ખાલીસ્તાની અલગતાવાદીઓએ હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યા હતા અને એક વખત મહાત્મા ગાંધીની મૂર્તિને તોડવાનો પ્રયત્ન કર્યો હતો.
- Advertisement -
પરંતુ પ્રથમ વખત અહીના વિખ્યાત શ્રી ભગવદ ગીતા પાર્કમાં અલગતાવાદીઓનો ડોળો પડયો છે અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ચિત્ર-વિચિત્ર તસ્વીરો બનાવીને ભારતને વળતો પડકાર ફેંકયો છે.