ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.19
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ચેતવણી આપી હતી કે રશિયા સાથે વેપાર કરનાર કોઈપણ દેશ પર અત્યંત કડક પ્રતિબંધો લગાવવામાં આવશે.
- Advertisement -
પત્રકારોના એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓ એવો કાયદો બનાવી રહ્યા છે જેનો હેતુ રશિયા પર દબાણ વધારવાનો છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે પ્રતિબંધો ફક્ત રશિયા પર જ નહીં પરંતુ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર પણ લાદી શકાય છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર પહેલાથી જ 50% ટેરિફ લાદી દીધો છે, જે વિશ્ર્વમાં સૌથી વધુ માનવામાં આવે છે. આમાં 25% એકસ્ટ્રા ટેક્સ સામેલ છે કારણ કે ભારત રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદે છે.
- Advertisement -
હાલમાં, સેનેટર લિન્ડસે ગ્રેહામે એક બિલ રજૂ કર્યું હતું જેમાં રશિયન ઓઈલ ખરીદનારા અને પછી વેચનારા દેશો પર 500% ટેરિફ લાદવાની માંગ કરવામાં આવી હતી.
સેનેટર ગ્રેહામ અને સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે સંયુક્ત રીતે 2025નો રશિયા પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે રશિયા સાથે વેપાર કરતા અને યુક્રેન યુદ્ધને નાણાકીય રીતે ટેકો આપતા દેશો પર સેક્ધડરી પ્રતિબંધો લાદશે. આ કાયદાને 100માંથી 85 સેનેટરોએ સમર્થન આપ્યું હતું. રશિયા સાથે વ્યાપાર કરતા દેશો પર પ્રતિબંધો લાદવાનું ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય વિદેશ મંત્રી જયશંકર રશિયાની મુલાકાતે છે. જયશંકરે મંગળવારે મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન જયશંકરે કહ્યું કે ભારત-રશિયા સંબંધો લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્થિરતાના કારણ રહ્યા છે.
જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને રશિયાનો વિકાસ ફક્ત બંને દેશોના પરસ્પર હિતમાં જ નહીં, પરંતુ વિશ્ર્વના હિતમાં પણ છે. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે અનેક દ્વિપક્ષીય કરારો, પ્રોજેક્ટ્સ અને નવી પહેલો ચાલી રહી છે, જે “સ્પેશિયલ એન્ડ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ”ને વધુ મજબૂત બનાવશે. જયશંકરના આ નિવેદનને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારતનો જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમણે આ વર્ષે ઓગસ્ટમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લાદ્યો હતો. જોકે, ટ્રમ્પના વારંવાર વાંધાઓ છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.
રશિયન વિદેશ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન, જયશંકરે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ઊર્જા, વેપાર, રોકાણ, અવકાશ, વિજ્ઞાન અને સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં નવા કરારો અને પ્રોજેક્ટ્સ ચર્ચાના અંતિમ તબક્કામાં છે. બંને દેશો યુક્રેન સંઘર્ષ, પશ્ર્ચિમ એશિયાની પરિસ્થિતિ અને અફઘાનિસ્તાન જેવા જટિલ વૈશ્ર્વિક મુદ્દાઓ પર પણ ખુલીને ચર્ચા કરી રહ્યા છે. જયશંકર પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આવતા મહિને નવી દિલ્હીમાં 23મી વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનની તૈયારી માટે મોસ્કોની મુલાકાતે છે. તેઓ 18 નવેમ્બરના રોજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (જઈઘ) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભારતનું નેતૃત્વ કરશે, જેનું આયોજન રશિયન પીએમ મિખાઇલ મિશુસ્ટિન કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે 17 નવેમ્બરના રોજ કહ્યું હતું કે અમેરિકા ભારત પર ટેરિફ ઘટાડી શકે છે કારણ કે તેણે રશિયાથી ઓઈલની આયાત ઘટાડી છે. ટ્રમ્પે કહ્યું, ભારત અને અમેરિકા એક નવા વેપાર કરારને ફાઈનલ કરવાની નજીક છે. હવે જ્યારે ભારતે રશિયન ઓઈલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, તો અમેરિકા ધીમે ધીમે ટેરિફ ઘટાડશે. ટ્રમ્પનું આ નિવેદન બ્લૂમબર્ગના એક અહેવાલ બાદ આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે ડિસેમ્બર ડિલિવરી માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અહેવાલ મુજબ, દેશની પાંચ મોટી રિફાઇનરીઓએ ડિસેમ્બર માટે કોઈ નવા ઓર્ડર આપ્યા નથી.
રિલાયન્સ, ઇઙઈક અને ઇંઙઈકએ રશિયાથી નવા તેલ ઓર્ડર અટકાવ્યા
આ વર્ષે અત્યાર સુધીમાં ભારતની રશિયન આયાતમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મેંગલોર રિફાઇનરી અને ઇંઙઈક-મિત્તલ એનર્જીએ ડિસેમ્બર માટે રશિયાને કોઈ નવા ઓર્ડર આપ્યા નથી. ડિસેમ્બર માટે રશિયન ઓઈલ ખરીદતી કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ (ઈંઘઈ) અને નયારા એનર્જી જ એકમાત્ર છે. ઈંઘઈ બિન-પ્રતિબંધિત સપ્લાયર્સ પાસેથી ખરીદી કરી રહી છે, જ્યારે નયારા, જેમાં રશિયાની રોઝનેફ્ટ 49% હિસ્સો ધરાવે છે, તે સંપૂર્ણપણે રશિયન સપ્લાય પર નિર્ભર છે.



