હવે ભારતીય સ્ટુડન્ટ માટે તો અમેરિકામાં રહેવાનું અને ત્યાં ભણવાનું પણ બહુ ચેલેન્જિંગ બની ગયું, USના સ્ટુડન્ટ વિઝા માટે કેવા સવાલો પૂછાય છે ?
આપણા દેશમાં અનેક લોકો ભણવા માટે વિદેશ અને ખાસ કરીને અમેરિકા જતાં હોય છે. શું તમને ખબર છે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા હવે કઈ પહેલા જેટલા સરળ નથી. મતલબ કે અમેરિકન સ્ટુડન્ટ વિઝા અંગે અલગ-અલગ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે અને હવે તો વિઝા રિજેક્શનનો રેટ પણ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે. આ તરફ હવે ભારતીય સ્ટુડન્ટ માટે તો અમેરિકામાં રહેવાનું અને ત્યાં ભણવાનું પણ બહુ ચેલેન્જિંગ બની ગયું છે.
- Advertisement -
એક અહેવાલ મુજબ 2022-23ના આંકડા જોવામાં આવે તો અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે. 2023માં અમેરિકન વિઝા અધિકારીઓએ વિદેશી સ્ટુડન્ટના વિઝા રિજેક્ટ કરવામાં રેકોર્ડ બનાવ્યો હતો. એક વર્ષની અંદર 2.53 લાખથી વધારે વિઝા અરજીઓ રિજેક્ટ થઈ હતી. વિઝા રિજેક્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ તેમાં ઈન્ટરવ્યૂ પ્રોસેસની કેટલી મોટી ભૂમિકા હોય છે તે તમે જાણો છો ?
આવો જાણીએ શું કહી રહ્યા છે એક્સપર્ટ ?
આ મામલે અનેક એક્સપર્ટનું માનવું છે કે, કેટલીક વખત વિઝા માટે જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવામાં નથી આવતા. એક્સપર્ટની સલાહ માનીએ તો વિઝા કોન્સ્યુલેટ અધિકારી બોલાવે ત્યારે તમારું બેન્ક સ્ટેટમેન્ટ પણ લઈ જવું જોઈએ. આ સાથે અમેરિકન સ્ટુડન્ટ વિઝાને લઈ અમેરિકામાં તમે કયો કોર્સ કરવા જાવ છો અને તે તમારા માટે શા માટે જરૂરી છે તેનું ચોક્કસ કારણ આપવાનું હોય છે.
વિઝા કોન્સ્યુલેટ અધિકારી બોલાવે ત્યારે શું ધ્યાન રાખશો ?
એક્સપર્ટના મત મુજબ વિઝા કોન્સ્યુલેટ અધિકારી બોલાવે ત્યારે તમને લગભગ દોઢ મિનિટ આપવામાં આવે છે. આ દોઢ મિનિટમાં જ તમારે અમેરિકાની જે તે કોલેજ કે સ્કૂલ શા માટે પસંદ કરી તે સમજાવવાનું હોય છે. જોકે તમારે અહીં સ્કૂલનું કેમ્પસ કેવું છે કે સ્કૂલ કેટલી જૂની છે તે યાદ રાખવાની જરૂર નથી. અહીં તમારે એ ખાસ સમજાવવાનું છે કે, જે તે સ્કૂલ અને તેનો કોર્સ શા માટે મહત્ત્વનો છે. આ સાથેતમે જે તે યુનિવર્સિટી શા માટે પસંદ કરી અને કારકિર્દીના લક્ષ્ય શું છે તો તમારો ડિગ્રી પ્રોગ્રામ કઈ રીતે મદદ કરશે તે જાણશો તો તમને વધુ ફાયદો થશે. તમારો ઈન્ટરવ્યૂ લેનાર અધિકારીને ખાતરી થવી જોઈએ કે તમે જે કોર્સ ભણવા જાવ છો તે તમારી કારકિર્દી માટે અત્યંત જરૂરી છે.