- એકટ્રેસ પ્રિયંકા ચોપરા, મહિલા અંતરિક્ષ યાત્રી સિરિસા બાંદલા, બુકર પ્રાઈઝ વિજેતા ગીતાંજલિશ્રી અને સામાજિક કાર્યકર્તા સ્નેહા જાવાલેની બીબીસીએ નોંધ લીધી
બીબીસી- બ્રિટીસ બ્રોડ કાસ્ટીંગ કોર્પોરેશને દુનિયાભરની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. જેમાં ભારતની ચાર મહિલાઓનો સમાવેશ થયો છે. આ ચાર મહિલાઓમાં એકટ્રેસ અને પ્રોડયુસર પ્રિયંકા ચોપડા જોનસ, એવિએશન એન્જિનિયર સિરિશા બાંદલા, બુકર પ્રાઈઝ વિનર લેખિકા ગીતાંજલિશ્રી અને સામાજિક કાર્યકર્તા સ્નેહા જાવાલે સામેલ છે.
બીબીસીની આ વાર્ષિક 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં જમીની સ્તરથી આવતી કાર્યકર્તા મહિલાઓથી લઈને વૈશ્ર્વિક નેતાઓને સામેલ કરાઈ છે. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મહિલાઓની સિધ્ધિઓ પર જોર દેવામાં આવે છે. આ વખતે યાદી બનાવવામાં બીબીસીએ કેટલાક ફેરફાર કર્યા છે. પહેલીવાર બીબીસીએ આ વખતે અગાઉ આ યાદીમાં સામેલ રહેલી 100 મહિલાઓની મદદ લીધી છે.
- Advertisement -
પ્રિયંકા ચોપડા
બોલિવુડ અને હોલિવુડમાં પણ કામ કરનારી એકટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસના બારામાં બીબીસીએ કહ્યું છે કે તે સદભાવનાની દૂત છે. તેણે ખુદની પ્રોડકશન કંપની બનાવી છે. તે યુનિસેફની સદ્ભાવના દૂત પણ છે. તે બાળકોના અધિકારો અને છોકરીઓના શિક્ષણ માટે પ્રચાર કરી રહી છે.
સિરિસા બાંદલા
અંતરિક્ષમાં જનારી બીજી ભારતીય મહિલા છે. સિરિસા બાંદલા ઐતિહાસિક 2021 યુનિટી મિશનનો ભાગ રહી છે. તે આ મિશનના ભાગ રૂપે વર્જિન ગેલાકિટકની પૂરી રીતે ચાલક દળ વાળી સબ-ઓર્બિટલ સ્પેસ ફલાઈટમાં અંતરિક્ષના છેડા સુધી જઈ આવી છે તે ભારતમાં જન્મેલી બીજી મહિલા અંતરિક્ષ યાત્રી બની છે.
ગીતાંજલિશ્રી
નવલ કથાકાર અને લેખિકા ગીતાંજલિશ્રીએ પોતાની નવલ કથા ‘રેત સમાધી’ના અંગ્રેજી અનુવાદ ‘ટોમ્બ ઓફ ધી એન્ડ’ માટે આંતર રાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારી પહેલી હિન્દી લેખિકા બનીને ઈતિહાસ રચ્યો હતો.
- Advertisement -
સ્નેહા જાવાલે
ઘરેલુ હિંસા પીડિતાથી સામાજિક કાર્યકર્તા બનેલી સ્નેહા જાવાલેના માતા-પિતા જયારે સાસરિયાની દહેજની માંગ પૂરી ન કરી શકયા તો તેના પતિએ તેના પર કેરોસીન છાંટીને તેને સળગાવી હતી. જયારે તેનો પતિ તેના પુત્રને લઈને ચાલ્યો ગયો તો સ્નેહાએ પોતાનું જીવન ફરીથી જીવવાનું નકકી કયુર્ં. તેણે ટેરા કાર્ડ રીડર અને સ્ક્રીપ્ટ રાઈટરનું કામ પસંદ કર્યું હતું આ એવું કામ હતું જેના માટે તેનો બળી ગયેલો ચહેરો લોકોને બતાવવાની જરૂર નહોતી.