દર્દીઓને ચડાવવાના બાટલાઓ અદલા-બદલી થઇ ગયાના ગંભીર આક્ષેપો, સ્ટાફની ઘોર બેદરકારી
એક દર્દીને આંખે દેખાવાની તકલીફ તો બીજાને ચક્કર આવવા લાગ્યા!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરની નામાંકિત હોસ્પિટલ સિનર્જીમાં તબીબી ક્ષેત્રે ગંભીર બેદરકારી થઇ હોય તેવા આક્ષેપો દર્દીના સગાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
દર્દીના સાગા પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર; તેમનો ભાણેજ સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જેમને હેમરેજ થઇ જવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેમાં બાટલો ચડાવવામાં આવી રહ્યો હતો. તેની બાજુના બેડમાં પણ એક દર્દીની સારવાર ચાલુ હતી અને તેમને પણ બાટલો ચડી રહ્યો હતો. પરંતુ તપાસ કરતા જણાયું કે બંને દર્દીઓના બાટલાઓ ભૂલથી અદલાબદલી થઇ ગયા છે અને પ્રકાશભાઇના ભાણેજને પૂર્ણ જયારે બાજુવાળા દર્દીને અડધો બાટલો ચડી
ગયો છે.
આ ઘટનાની જાણ થતાની સાથે જ બન્ને દર્દીઓના સગાવાલા તરતજ હોસ્પિટલના સ્ટાફ પાસે દોડી ગયા હતા.
- Advertisement -
હોસ્પિટલનો સ્ટાફ ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો
હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીની પરિવારજનોએ જાણ કર્તાની સાથે જ સ્ટાફના સભ્યો દર્દીના પરિવારજનોને સમજાવવા લાગ્યા હતા. તેમણે પરિવાર જનોને કહ્યું કે, બંને બાટલા સરખાજ છે અને તેમાં કોઈ ભેદ છે જ નહીં. પરંતુ આ જવાબ પરિવારજનોને સંતોષકારક લાગ્યો નહિ. કારણકે, જો કોઈ ભેદ છે જ નહિ તો શા માટે બાટલા પાછા લઈને બદલાવી લીધા? દર્દીના સાગાનો આ પ્રશ્ર્ન હોસ્પિટલના સ્ટાફને શંકાના દાયરામાં મૂકે છે.
બાટલો ચડ્યા બાદ સ્થિતિ બગડી: દર્દીના સગા
દર્દીના સગાએ જણાવ્યું કે; મારા ભાણેજને બાટલો ચડી જતા જ અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. તેની જાણ તેઓએ તરતજ ડોક્ટરને પણ કરી હતી. જયારે બાજુવાળા ભાઈ (અન્ય દર્દી)ને આંખે દેખાવાની ગંભીર તકલીફ સર્જાઈ હતી. દર્દીના સાગા તાત્કાલિક સ્ટાફનો સંપર્ક કરે છે તો તેઓએ ઝડપભેર બાટલો બદલાવી લીધો પરંતુ બાજુવાળા ભાઈએ બાટલો આપ્યો નહિ. ત્યાર બાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે પેમેન્ટ ભરી જાવ. અહીં દર્દીના સાગા પેમેન્ટ ભરવા તૈયારી પણ દર્શાવે છે. બાટલા બાદ દર્દીને વધુ ચક્કર આવે છે અને ઉભો પણ રહી શકતો નથી. વધુમાં ડોક્ટર એમઆરઆઈ કરવાનું કહે છે. જો કે એમઆરઆઈ પછી સાહેબ મળતા ન હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. આવી સ્થિતિમાં દર્દીની દારુણ પરિસ્થિતિ જોતા ખરેખર કોણ ગુનેગાર છે તે તપાસનો વિષય બન્યો છે.



