ખાસ-ખબર સંવાદદાતા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારા લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. આ હેઠળ, હવે ગ્રાહકને લોન આપનાર કોઈપણ બેંક-એનબીએફસીએ સમગ્ર લોનની ચુકવણી પછી 30 દિવસની અંદર ગ્રાહક દ્રારા સબમિટ કરેલા પ્રોપર્ટી દસ્તાવેજો પરત કરવાના રહેશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને દરરોજ 5000 પિયાનો દડં ભરવો પડશે.સેન્ટ્રલ બેંકે દેશની તમામ બેંકો, એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને સલાહ આપતાં આ નિર્ણય લીધો છે. તેના આદેશો પણ બહાર પાડવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે લોનની સંપૂર્ણ ચુકવણી પછી, આ નાણાકીય સંસ્થાઓ દ્રારા દરરોજ દડં તરીકે ચૂકવવામાં આવતી 5000 પિયાની રકમ ગ્રાહકોને આપવામાં આવશે. પ્રા માહીતી મુજબ, આરબીઆઈ દ્રારા જારી કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય 1 ડિસેમ્બર, 2023થી લાગુ થવા જઈ રહ્યો છે. રિઝર્વ બેંકના આ પગલાનો હેતુ બેંકો, એનબીએફસી અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેતા ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવાનો અને લોન આપવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે.
વાસ્તવમાં, રિઝર્વ બેંકને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકોએ લોન ચૂકવી દીધા પછી પણ બેંકો અને એનબીએફસી તેમના દ્રારા ગીરવે રાખેલા પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવામાં વિલબં કરે છે. જેના કારણે વિવાદ અને મુકદ્દમા જેવી સ્થિતિઓ ઉભી થઇ રહી છે.આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એકટ, 1949ની કલમ 21, 35અ અને 56, રિઝર્વ બેંક આફ ઈન્ડિયા એકટ, છઇઈં એકટ 1934ની કલમ 45ઉંઅ અને 45ક અને નેશનલ હાઉસિંગ બેંક એકટ, 1987ની કલમ 30અ હેઠળ આ સૂચનાઓ જારી કરી છે. પ્રથમ લોન ચુકવણીના 30 દિવસની અંદર જમા કરાયેલ દસ્તાવેજો પરત કરવાના રહેશે.
લોનના ચૂકવણીના 30 દી’માં દસ્તાવેજો પરત ન કર્યા તો બેંકોને રોજના રૂા.5000નો દંડ
