આ આર્ટીકલમાં આપણે જાણીશું કે, આ વર્ષે દિવાળી અને છઠના અવસર પર બેંકો કયા દિવસે અને કેટલા દિવસો માટે બંધ રહેશે
દિવાળી એ ભારતમાં સૌથી મોટો તહેવાર છે. આ દિવસે જાહેર રજા હોય છે. દિવાળીની સાથે-સાથે છઠના તહેવાર પર બેંકોમાં પણ ઘણી જગ્યાએ રજા હોય છે. આજે આ આર્ટીકલમાં આપણે જાણીશું કે, આ વર્ષે દિવાળી અને છઠના અવસર પર બેંકો કયા દિવસે અને કેટલા દિવસો માટે બંધ રહેશે.
- Advertisement -
દિવાળીના કારણે બેંક રજાની તારીખ
ઑક્ટોબર 31: દિવાળી, કાલી પૂજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, નરક ચતુર્દશીના અવસર પર ત્રિપુરા, ઉત્તરાખંડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય અને જમ્મુ અને કાશ્મીર સિવાય દેશભરમાં બેંકો બંધ રહેશે.
1 નવેમ્બર : દીપાવલી, કુટ, કન્નડ રાજ્યોત્સવ આ દિવસે ઉજવવામાં આવશે. ત્રિપુરા, કર્ણાટક, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને મણિપુરમાં બેંકો બંધ રહેશે.
- Advertisement -
2 નવેમ્બર: દિવાળીના બીજા દિવસે, ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટક, રાજસ્થાન, સિક્કિમ, યુપી અને મહારાષ્ટ્રમાં બલી પ્રતિપદા, બાલી પદમી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને વિક્રમ સંવત નવા વર્ષના દિવસને કારણે બેંક રજા રહેશે.
છઠના તહેવારને કારણે બેંકમાં રજા
નવેમ્બર 7: બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં છઠ પૂજા (સાંજે અર્ધ્ય) ના દિવસે બેંકો બંધ રહેશે.
નવેમ્બર 8: બિહાર, ઝારખંડ અને મેઘાલયમાં છઠ પૂજા (સવારે અર્ઘ્ય) નિમિત્તે બેંકો બંધ રહેશે.
આ ઉપરાંત દિવાળી પહેલા પણ મહિનાના ચોથા શનિવાર 26 ઓક્ટોબર અને રવિવાર 27 ઓક્ટોબરે બેંકમાં રજા રહેશે.
આવશ્યક વ્યવહારો માટે ગ્રાહકો તેમની બેંકિંગ પ્રવૃત્તિઓ બેંકોની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અથવા એટીએમ દ્વારા કરી શકે છે.