અધિકારના આડેધડ ઉપયોગ સામે લાલબત્તી
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.22
- Advertisement -
બોમ્બે હાઈકોર્ટે વિલફુલ ડિફોલ્ટર્સને (જાણી જોઈને ઉધારી ન ચૂકવનાર) લઈને એક મહત્વપૂર્ણ વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે, બેંકો અથવા નાણાકીય સંસ્થાઓએ કોઈ વ્યક્તિને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરતા પહેલા તાર્કિક આદેશ જારી કરવો જોઈએ. 2015ના છટઈં માસ્ટર પરિપત્ર હેઠળ આ જરૂરી છે. બેન્ચે આ નિર્ણય ઈંઋઈંગના ભૂતપૂર્વ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ પટેલની અરજી પર આપ્યો છે.
ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ડિફોલ્ટર જાહેર થવાના ગંભીર સિવિલ પરિણામો સામે આવે છે. ટૂંકમાં, ડિફોલ્ટર જાહેર થયા પછી, વ્યક્તિ નાણાકીય ક્ષેત્રની બહાર થઈ જાય છે, આવી વ્યક્તિને કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થા તરફથી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. તેથી, બેંકોએ આવી ઘટનામાં સત્તાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે, બેંકે વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવા માટે ઉપયોગમાં લેવાતા પુરાવાઓ તે વ્યક્તિ સાથે શેર કરવાના રહેશે જે લોનમાં જાણીજોઈને ડિફોલ્ટ કરે છે. ડિફોલ્ટર જાહેર કરવા સંબંધિત પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ન્યાયી હોવી જોઈએ. બેંકની ઓળખ અને સમીક્ષા સમિતિએ ડિફોલ્ટરને જરૂરી સામગ્રી સાથે તર્કબદ્ધ ઓર્ડરની નકલ આપવાની જરૂર છે. અરજીમાં ફેબ્રુઆરી 2023માં યુનિયન બેંક દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો હતો. ઓર્ડરમાં, ઈંઋઈંગ ફર્મ અને તેના પ્રમોટર્સને છટઈં ના 2015ના પરિપત્ર હેઠળ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા હતા.