RBIએ રીસ્ક વેઈટેજ વધારી 150% કરતા બેન્કો માટે હવે નવુ ધિરાણ મુશ્કેલ: NFAનું જોખમ સતત વધતા રીઝર્વ બેન્કે ‘નાક’દબાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાકાળ બાદ બેન્કોની કોઈ જામીનગીરી વગરની પર્સનલ લોનમાં થયેલા મોટા વધારા તથા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા આ પ્રકારની લોન તથા ક્રેડીટ કાર્ડ પરના વધતા બાકી પર ચિંતા વ્યકત કર્યા બાદ હવે બેન્કોએ પર્સનલ લોન માટેનાં નિયમો આકરા બનાવવાનું શરૂ કરતા આ પ્રકારની અને ઈન્સ્ટન્ટ મળતી લોન લેવાનું લગભગ અશકય બની રહેશે. રીઝર્વ બેન્કે જ પર્સનલ લોનનું રીસ્ક વેઈટેજ (જોખમ) માટેની ગણતરી 25 ટકા વધારી છે તેથી બેન્કો પર હવે આ પ્રકારની લોન માટે ખાસ અલગથી ખાસ જોગવાઈ કરવી પડશે. જે નાણા જો કોઈ પર્સનલ લોન ધારક ડીફોલ્ટર થાય અને તેની પાસેથી વસુલાતની શકયતા જ ન હોય તો આ ખાસ ભંડોળમાંથી બેન્કોએ જેને લોન એન.પી.એ કહે છે તે માંડવાળ કરવા પડશે રીઝર્વ બેન્કે હવે આ રીસ્ક વેઈટેજ 125 ટકામાંથી વધારીને 150 ટકા કર્યું છે જેનો અર્થ એ થયો કે બેન્ક જો રૂા.100 ની પર્સનલ લોન આપે તો તેની સામે રૂા.50 અલગ ખાસ ભંડોળમાં જમા કરાવવા માટે આ બેન્કોને આ નાણાંનો ઉપયોગ પર્યાપ્ત થતાં તેના માર્જીન પર દબાણની શકયતા હોવાથી બેન્કો હવે પર્સનલ લોનને બ્રેક મારી દેશે. રીઝર્વ બેન્કે અગાઉથી તમામ બેન્કોને આ અંગે ચેતવણી આપી હતી અને ખાસ કરીને કોઈ ગેરેન્ટી વગર જ જે રીતે પર્સનલ લોન ચુકવાતી હતી તેમાં ડીફોલ્ટનું જોખમ ખુબ જ વધુ હોવાની પણ ચેતવણી આપી હતી. બેન્કોને ક્રેડીટ સ્કોર વિ.ને ખાસ નજરમાં રાખવા રી-પેઈંગ કેપેસીટી પર વધુ વજન આપવા અને તેની અન્ય લોન-ધીરાણ કેટલા છે વિ. પણ ચકાસવા જણાવ્યુ હતું અને તેથી આરબીઆઈએ આ પ્રકારની લોનને જોખમી ગણાવી તેનું રીસ્ક વેઈટેજ વધારતા બેન્કોને આ પ્રકારનાં ધિરાણમાં કાપ મુકવો પડશે જોકે નવી જોગવાઈ હોય લોન, એજયુકેશન લોન રાહત કે અન્ય ક્ધઝયુમર્સ લોન અથવા તો ગોલ્ડ પરની લોનને લાગુ પડશે નહિં.
- Advertisement -
પર્સનલ લોન મોંઘી પણ થશે: NBFC પર મોટી અસર થશે
રીઝર્વ બેન્કે પર્સનલ લોન પરના રીસ્ક વેઈટેજ વધારતાં સૌથી મોટો ફટકો નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓને પડશે જેણે લોન એપ અને અન્ય રીટર્ન ઈન્સ્ટન્ટ લોનથી પર્સનલ લોનની જાળ પાથરીને ઉંચા વ્યાજે ધીરાણ કરીને જબરો નફો કર્યો છે. હવે પર્સનલ લોન વધુ મોંઘી થશે તથા એનબીએફસીએ હવે આ પ્રકારની લોન આપવામાં વધુ મૂડી નાખવી પડશે તેથી હવે એનબીએફસી પણ આ પ્રકારનાં જોખમી ધીરાણ માટે સાવચેતી રાખશે. એનબીએફસીને રૂા.100 કરોડનું ધિરાણ કરે તો રૂા.45 કરોડ તેણે અલગ જોગવાઈથી ખાસ ભંડોળમાં રાખવા પડશે.