આ વર્ષે ઓક્ટોબર સુધીમાં દેશભરમાં બેંકો સામે ભ્રષ્ટાચારની સૌથી વધુ 20,067 ફરિયાદો મળી છે. જેમાંથી 1,477 હજુ પેન્ડીંગ છે
ખાસ-ખબર સંવાદદાતા
જયારે તમામ ફરિયાદોની વાત આવે છે ત્યારે બેંકિંગ વિભાગ ટોચ પર છે. તેની સામે કુલ 1,60,121 ફરિયાદો છે જેમાંથી 12,263 પેન્ડિંગ છે. કેન્દ્ર સરકારની સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ્સ (ઈઙૠછખજ) મુજબ, ગયા ઓક્ટોબર સુધીમાં, 19 મંત્રાલયો એવા છે જેમાં એક હજારથી વધુ ફરિયાદો પેન્ડિંગ છે.
- Advertisement -
આવકવેરા વિભાગ પાસે સૌથી વધુ 8,295 ફરિયાદો છે, ત્યારબાદ આરોગ્ય મંત્રાલય પાસે 7,081 પેન્ડિંગ ફરિયાદો છે. ઓક્ટોબર સુધીમાં દેશભરમાંથી મળી કુલ 75,971 ફરિયાદો હજુ પેન્ડિંગ છે. રિપોર્ટ અનુસાર, પેન્ડિંગ ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઓક્ટોબર સુધી પેન્ડિંગ કેસો 75,971 છે જે ગયા મહિને 84,029 હતા. તે જ સમયે, 35 મંત્રાલયોએ ફરિયાદોના નિકાલ માટે લેવામાં આવતા સરેરાશ સમયમાં ઘટાડો કર્યો છે. ફરિયાદોના નિકાલ માટે ઓક્ટોબરમાં સરેરાશ 34 દિવસનો સમય લાગ્યો હતો.
કયાં વિભાગની કેટલી ફરિયાદો ?
– બેંકિંગ વિભાગ 20,067 ફરિયાદો
– કર્મચારી અને તાલીમ વિભાગ 2959 ફરિયાદો
– કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફિસ 3058 ફરિયાદો
– આરોગ્ય અને કુટુંબ કલ્યાણ 557 ફરિયાદો
– ઉચ્ચ શિક્ષણ વિભાગ 642 ફરિયાદો
– ગ્રાહક બાબતો વિભાગ 1752 ફરિયાદો
– પોસ્ટ વિભાગ 2365 ફરિયાદો
– મહેસૂલ વિભાગની 185 ફરિયાદો
– ગ્રામીણ વિકાસ 1185 ફરિયાદો