ખાસ-ખબર સંવાદદાતા
રાજયમાં બેંક કર્મચારીઓની વિવિધ માંગ સાથે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. બેંક યુનિયનાં હડતાળનાં એલાનમાં જૂનાગઢનાં બેંક કર્મચારીઓ પણ જોડયા હતાં. જૂનાગઢનાં દિવાન ચોકમાં બેંકનાં કર્મચારીઓ એકત્ર થયા હતાં અને સરકારની નિતી સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમજ સુત્રોચ્ચાર પોકારી જુદી જુદી માંગ કરી હતી.
- Advertisement -
બેંક કર્મચારીઓએ માંગ કરી હતી કે, સરકારી બેંકોનું ખાનગીકરણ બંધ કરવું.,સરકારી બેંકનો સક્ષમ કરો, ડુબત લેણાં વસૂલ કરો અને મોટા ધિરાણોને માંડવાળા કરવાનું બંધ કરો, એનપીએસ બંધ કરો અને મોંધવારી સાથેની જુની પેન્શન યોજના ફરી શરૂ કરો, હંગામી કર્મચારીઓને બેંકમાં કાયમી કરો, બેંકનાં કામયી કામકાજ એજન્સીઓને આપવાનું બંધ કરો, બેંકોમાં પર્યાત્પ માત્રમાં ભરતી કરો તેમજ બચત તથા બાંધી મુદત થાપણનાં વ્યાજ દરમાં વધારો કરો સહિતની માંગ કરી હતી. આ તકે દિલીપભાઇ ટીટીયા, સતિષભાઇ ગગલાણી, બીપીનભાઇ બદીયાણી સહિતનાં રાષ્ટ્રીયકૃત બેંકનાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.