ગણપતિ મહોત્સવ અંતર્ગત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાનું જાહેરનામું
દરેક મહોત્સવના પંડાલમાં CCTV અને ફાયરના સાધનો ફરજીયાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા ગણપતિ મહોત્સવ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં 9 ફૂટથી ઉંચી મૂર્તિનું ઉત્પાદન, વેચાણ અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે તેમજ દરેક પંડાલમાં સીસીટીવી અને ફાયર સેફ્ટીના સાધનો રાખવા જણાવ્યું છે.
દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ શહેરમાં આ વર્ષે ગણેશ મહોત્સવ નિમીતે તા.27/08/2025 ના રોજ ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે અને સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મુર્તિઓના વિસર્જન સરઘસો કાઢી મુર્તિઓ પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
- Advertisement -
આ મહોત્સવને અનુલક્ષીને મુર્તિકારો ધ્વારા અગાઉથી મુર્તિઓ તૈયાર કરવામાં આવે છે દરમ્યાન મુર્તિ બનાવવાના સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહી તેમજ કોઇ પણ ધર્મની ધાર્મીક લાગણી દુભાય નહી તેવા કોઇ ચિન્હો કે નિશાનીઓ રાખવામાં ન આવે અને મુર્તિઓની ઉંચાઇનું યોગ્ય ધોરણ જળવાઇ રહે, ઉપરાંત મુર્તિ બનાવવા માટે કેમિકલ યુક્ત રંગોના ઉપયોગ થતો હોય આવી મુર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણી જન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મુર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઇડલાઇનને ધ્યાને રાખવી જરૂરી છે.
પોલીસ કમિશ્નર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાંમાં જણાવ્યા પ્રમાણે ભગવાનશ્રી ગણેશજીની મુર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર, શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહીતની “9” ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર, નકકી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઇ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર, મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મુર્તિ જે જગ્યાએ વેંચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા ઉપર. તેમજ મુર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાડ મુર્તિકારોએ વેંચાણમાં ન થયેલી તથા ખંડીત થયેલ મુર્તિઓને સ્થાપનાના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મુર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેંચવા ઉપર તેમજ સ્થાપના કરવા ઉપર, સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમજ દરેક આયોજનના સ્થળે સીસીટીવી ફરજીયાત લગાવવા તેમજ ફાયર સેફ્ટીના સાધનો રાખવા જણાવ્યું છે.