ગણપતિ મહોત્સવ અંતર્ગત રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
તંત્ર દ્વારા નક્કી કરાયેલા સ્થળોએ જ વિસર્જન કરવું : 22 જૂનથી 20 ઓગસ્ટ સુધી અમલવારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગામી ઓગષ્ટ મહિનામાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો હોય જે અંતર્ગત શહેર પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દવર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે 9 ફૂટથી ઊંચી પ્રતિમાનું ઉત્પાદન કરવું, વેચાણ કરવા અને પંડાલમાં સ્થાપિત કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ સહિતના નિયમોને અનુસરવા અપીલ કરવામાં આવી છે આ જાહેરનામું 22 જૂનથી આગામી તારીખ 20 ઓગષ્ટ સુધી અમલમાં રહેશે જાહેરનામામાં નીચે મુજબના પ્રતિબંધિત નિયમો જણાવવામાં આવ્યા છે.
1 : ભગવાનશ્રી ગણેશજીની મુર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર.
2 : શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહીતની “9” ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર.
3 : નકકી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઇ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર.
4 : મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મુર્તિ જે જગ્યાએ વેંચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા ઉપર. તેમજ મુર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર.
5 : શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મુર્તિકારોએ વેંચાણમાં ન થયેલી તથા ખંડીત થયેલ મુર્તિઓને સ્થાપનાના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર.
6 : કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મુર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેંચવા ઉપર તેમજ સ્થાપના કરવા ઉપર
7 : સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા ઉપર.
8 : ઈઈઝટ લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર.
9 : ફાયર એક્સટીંગ્યુસર (અગ્નિક્ષામક) લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર.