ઈસ્લામિક આતંકવાદ હાય..હાય..ના નારા લગાવ્યા, પૂતળાંનું દહન કરે તે પહેલાં કાર્યકરોની અટકાયત
રાજસ્થાનના ઉદયપુરમાં તાલિબાની હત્યાના વિરોધમાં આજે રાજકોટના ત્રિકોણબાગ ખાતે બજરંગ દળ દ્વારા ઈસ્લામિક આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો હતો. બજરંગદળે આતંકવાદને રોકવા સૂત્રોચ્ચાર કર્યા હતા. બજરંગદળના કાર્યકરોએ ઈસ્લામિક આતંકવાદ હાય…હાય…ના નારા લગાવ્યા હતા.
જો કે, બજરંગદળ પૂતળાનું દહન કરે તે પહેલા પોલીસે પૂતળાનો કબજો લઈ કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉદયપુરમાં (કનૈયાલાલ હત્યાકાંડ)ના વિરોધમાં સમગ્ર દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ હાઈએલર્ટ આપી દેવાયું છે. વિવિધ સંગઠનોએ રાજસ્થાનના જયપુર, ઉદયપુર સહિત અનેક જિલ્લાઓમાં બંધનું એલાન આપ્યું છે.